ટ્રેન્ડિંગનેશનલમીડિયાવીડિયો સ્ટોરી

સ્કૂલે મોડા પડવાનું કારણ જણાવવા શિક્ષકે વીડિયો બનાવ્યો અને IAS અધિકારીઓને આપી સલાહ, જૂઓ

જમુઈ, 24 ઓગસ્ટ: બિહારના જમુઈમાં શિક્ષણ વિભાગને સલાહ આપતા શિક્ષકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શિક્ષકે શિક્ષણ વિભાગને સલાહ અને ઠપકો આપતો વીડિયો બનાવીને ઈન્ટરનેટ મીડિયા પર અપલોડ કર્યો હતો. પછી થયું એવું કે આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર કરંટની જેમ ચાલી ગયો, જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો આ વીડિયો પર વિવિધ પ્રકારની કોમેન્ટ્સ પણ કરવા લાગ્યા છે. વાયરલ વીડિયો બે દિવસ પહેલા જમુઈના મલયપુર રેલવે ફાટક પાસેનો હોવાનું કહેવાય છે.

શિક્ષકે શિક્ષણ વિભાગને જણાવી પોતાની પીડા

BPSC શિક્ષક પ્રભાત રંજન લક્ષ્મીપુર બ્લોકની મેદનીપુર પ્રાથમિક શાળામાં કામ કરે છે. શાળાએ જતી વખતે મલયપુર રેલવે ફાટક બંધ હોવાથી પ્રભાત રંજન થંભી ગયો હતો. ગેટ ખોલવામાં થોડો વિલંબ થવાથી તે વિભાગ પ્રત્યે ગુસ્સે થઈ ગયો અને જેમ તેમ બોલવા લાગ્યો હતો. વાયરલ વીડિયોમાં શિક્ષક કહી રહ્યો છે કે જૂઓ રેલવે ફાટક પર ઉભો છું અને તમે સમયસર શાળાએ આવવાનું કહો છો. મને કહો કે હું કેવી રીતે આવી શકીશ? અરે તમે આ બધી બાબતોનું ધ્યાન કેમ નથી રાખતા? જો તમે મેનેજમેન્ટમાં સારા છો તો સંજોગોને સમજો અને તમારે ઓછામાં ઓછો 45 કે 30 મિનિટનો સમય આપવો પડશે.

શિક્ષકે વિભાગ પાસેથી કરી આ માંગણી

જો ના આપી શકો તો જ્યાં ઘર હોય ત્યાં શાળા આપો. તો સમયસર શાળાએ પહોંચી જઈશું. હવે અમારી શાળા 20 કિલોમીટર દૂર છે. દરેક જગ્યાએ અવરોધો છે, કેટલી મિનિટો લાગશે. અવરોધોને પાર કરવામાં 20 મિનિટ લાગશે. આપણે શાળાએ સમયસર કેવી રીતે પહોંચીશું?

અહીં જૂઓ શિક્ષકનો વાયરલ વીડિયો:

 

શિક્ષણ વિભાગે શિક્ષક પાસેથી માંગ્યો ખુલાસો

જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ કુમારે જણાવ્યું કે અમને જિલ્લા અધિકારી દ્વારા એક વીડિયો આપવામાં આવ્યો છે. જેમાં એક શિક્ષક વીડિયો બનાવીને વિભાગ વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યો છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે તેને સ્કૂલ પહોંચવામાં મોડું થઈ રહ્યું છે. જો તેમને શાળાએ પહોંચવામાં વિલંબ થતો હોય તો તેઓએ પોતાનું રહેઠાણ શાળા પાસે રાખી લેવું જોઈએ અને વિભાગ સામે આવા વીડિયો ના બનાવા જોઈએ. શિક્ષણ વિભાગે શિક્ષક પાસેથી ખુલાસો માંગ્યો છે. જો વિભાગ જવાબથી સંતુષ્ટ નહીં થાય તો શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવશે તે નિશ્ચિત માનવામાં આવે છે.

આ પણ વાંચો: ‘કોલકાતામાં મહિલાઓની સુરક્ષા ક્યાં છે?’ ફેમસ અભિનેત્રી પર રસ્તા વચ્ચે હુમલો, લાઈવ વીડિયોમાં દેખાડી પરિસ્થિતિ

Back to top button