ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા જિલ્લામાં રોગચાળાના નિયંત્રણ માટે 35 હજાર ઘરમાં કરાયો સર્વે

Text To Speech
  • મેલેરીયા શાખા દ્વારા હાઉસ ટુ હાઉસ સધન કામગીરી શરૂ
  • પાલનપુરની આરોગ્ય કચેરી ખાતે રોગ નિયંત્રણ માટે બેઠક

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં થયેલાં ભારે વરસાદ કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા મચ્છર ઉત્પન્ન થવાથી વાહક જન્ય રોગચાળો તેમજ પાણી જન્ય ફેલાવાની શકયતાને આરોગ્ય તંત્ર સાબાદું બન્યું છે.

હાલની સીઝનમાં મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો ફેલાવાની શક્યતાને ધ્યાનમાં લઈ બનાસકાંઠા જિલ્લા મેલેરીયા શાખા દ્વારા સોમવારથી હાઉસ ટુ હાઉસ સધન સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પાલનપુર તાલુકામાં માં કુલ-87,983 ઘર અને 4,49,916 વરતી માંથી ચાર દિવસમાં 37,556 ઘર અને 1,87,877 વસ્તીનું સર્વે દ્વારા આવરી લેવામાં આવી છે.

જે અંતર્ગત પાલનપુર તાલુકા આરોગ્ય કચેરી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ડી. ડી. મેતિયા અને સિનિયર મેડિકલ ઓફિસર ડૉ. ઉમેશ ઝવેરીની ઉપસ્થિતિમાં પાલનપુર તાલુકા સુપરવાઈઝર પી.વી.જાદવ તથા તાલુકાના તમામ ડોકટરઓ, આર.બી.એસ.કે.નોડલ, સી.એચ.ઓ નોડલ અને તમામ સુપરવાઈઝરોની બેઠક યોજાઈ હતી. જેમાં મચ્છરજન્ય રોગ નિયંત્રણ માટે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. પાલનપુર નગરપાલિકાના સહયોગથી પાલનપુરમાં તેમજ પાલનપુર તાલુકાના દરેક ગામોમાં સઘન હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેનાથી રોગચાળો ફેલાતા પહેલા તેને નિયંત્રણમાં રાખી શકાય તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ‘ બિપરજોય ‘ વાવાઝોડાની અસર, ડીસામાં ભારે વરસાદથી 13 જેટલી કાચી ખેત તલાવડીઓમાં ભંગાણ

Back to top button