દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના પ્લેનમાં અચાનક લાગી આગ, જાણો કારણ
- દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના પ્લેનમાં આગ લાગી
- એન્જિનનું મેન્ટેન્સ થઈ રહ્યું હતું ને અકસ્માત થયો
- પ્લેન અને કર્મચારીઓ સુરક્ષિત, કોઈ જાનહાનિ નહિ
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્ક કરાયેલા સ્પાઈસ જેટ એરક્રાફ્ટ Q400માં ગઈકાલે સાંજે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જેમાં એન્જિનમાં મેન્ટેનન્સ દરમિયાન આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગી હોવાની જાણ થતા અફરાાતફરી મચી હતી. ઘટનાની અંગે જાણ થતા આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. જેથી સદનસીબે આ ઘટનામાં કોઈ મોટું નુકસાન કે જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળેલ છે. મહત્વનું છે કે,આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે અને લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
Q400 એરક્રાફ્ટની જાળવણી સમયે લાગી આગ
સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું કે,આ ઘટના 25 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યે નોંધાઈ હતી. તેમણે કહ્યું કે,એરપોર્ટ પર Q400 એરક્રાફ્ટની જાળવણી ચાલી રહી છે. ત્યારબાદ પ્લેનના એન્જિન નંબર 1નું ફાયર એલાર્મ વાગવા લાગ્યું અને પ્લેનમાંથી આગની જ્વાળાઓ બહાર આવવા લાગી. એલાર્મ વાગતા જ મેન્ટેનન્સ કામદારો સક્રિય થઈ ગયા. અને તેમણે ફાયર સ્ટિંગવિશરની મદદથી આગ બુઝાવી હતી. જેથી કોઈ મોટી દૂર્ઘટના ઘટી ન હતી.
#WATCH | A fire broke out inside a grounded SpiceJet aircraft during maintenance work at Delhi's Indira Gandhi International (IGI) airport on Tuesday evening. As per the initial assessment, no damage to the engine or aircraft has been found. The probable cause of the fire appears… pic.twitter.com/Q9grIX9fuX
— ANI (@ANI) July 25, 2023
આ પણ વાંચો : મણિપુરમાં જે મહિલાને નગ્ન પરેડ કરાવવામાં આવી તેમનો પતિ છે કારગિલ યુદ્ધનો યોદ્ધા, જાણો શું કહ્યું
DGCAએ સ્પાઈસ જેટના વિમાનોનું મોનિટરિંગ વધાર્યું
આ ઘટના બાદ DGCAએ સ્પાઈસ જેટના વિમાનોની દેખરેખ વધારી દીધી છે. DGCAએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે,બોઈંગ 737 અને બોમ્બાર્ડિયર ડીએચસી ક્યૂ-400 એરક્રાફ્ટની ફ્લીટ ઈન્સ્પેક્શન સમગ્ર ભારતમાં 11 સ્થળોએ કરવામાં આવ્યું છે. કુલ 23 એરક્રાફ્ટ ફ્લીટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
લેન્ડિંગ દરમિયાન સ્પાઈસ જેટની ફ્લાઈટનું ટાયર ફાટ્યું હતું
આ પહેલા 4 જુલાઈ, 2023ના રોજ દુબઈથી કોચી જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટનું મંગળવારે સવારે કોચીમાં ઉતરતી વખતે ટાયર ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી નહોતી. અકસ્માત બાદની તપાસમાં બહાર આવ્યું છે કે ટાયર નંબર 2 ફાટ્યું હતું.બીજી તરફ ગયા વર્ષે પણ રમાં, ટેક્સી કરતી વખતે ઈન્ડિગો એરક્રાફ્ટના એક એન્જિનમાં આગ લાગવાથી દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બેંગ્લોર જતું A320 એરક્રાફ્ટ, જેમાં 184 લોકો સવાર હતા, બાદમાં ગલ્ફ પરત ફર્યું હતું. ટ્વિટર પરના એક વિડિયોમાં એરપોર્ટ પર ટેક્સી કરતી વખતે વિમાનના એક એન્જિનમાં આગ અને સ્પાર્ક ઉડતા દર્શાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કેનેડામાં મૃત્યુ પામનાર અમદાવાદના વર્સિલ પટેલ માટે લોકોએ ઉદાર હાથે કર્યું દાન, નિર્ધારિત રકમ કરતા વધુ રકમ એકત્ર થઈ