કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

એસટી બસમાં એકાએક આગ લાગતા બસ સંપૂર્ણપણે બળીને ખાક, તમામ 15 જેટલાં મુસાફરો સુરક્ષિત

Text To Speech

સુરેન્દ્રનગરઃ લીંબડી એસટી ડેપોની બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આજે વહેલી સવારે નાની કઠેચી નજીક બસમાં અચાનક આગ લાગતા, મુસાફરોને તાત્કાલિક બસમાંથી ઉતારવામાં આવ્યા હતા. સદનસીબે બસમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો, તેમજ કોઈને ઈજા પણ થઈ ન હતી. આ ઘટના સમયે બસમાં લગભગ 15 જેટલા મુસાફરો સવાર હતા.

મળી વિગતો મુજબ આજે સવારે  લીંબડી ડેપો રૂટની બસમાં અચાનક આગ લાગી હતી. બસમાં સવાર 15 જેટલાં મુસાફરોને આગની જાણ થતા જ દોડીને બસની બહાર નીકળી ગયા હતા. જો કે અચાનક જ બસમાં આગ લાગતાં ભારે અફરાતફરી જોવા મળી હતી. બસમાં સવાર તમામ લોકો સુરક્ષિત રીતે બસમાંથી ઉતરી ગયા બાદ આગ વધુ ભડકી હતી અને જોતજોતમાં બસ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. બસમાં આગ લાગવાની જાણ આજુબાજુના લોકોને થતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

Back to top button