રાજકોટમાં ઓક્સિજનના સિલેન્ડર ભરેલ ટેમ્પીને આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી. રાજકોટના આજી ડેમ ચોકડી નજીક આજે ઓક્સિજન ગેસના બાટલાં ભરેલા છોટા હાથી ટેમ્પોમાં એકાએક આગ ફાટી નીકળી હતી.સ્તા વચ્ચોવચ છોટા હાથીમાં લાગેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા અન્ય વાહનચાલકો પણ ગભરાઈ ગયા હતા. જો કે તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાતા ટીમ દ્વારા તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જેના કારણે મોટી જાનહાની ટળી હતી.
ઓક્સિજનના સિલેન્ડર ભરેલ ટેમ્પીમાં આગ
રાજકોટ શહેરના આજી ડેમ ચોકડી નજીક છ વાગ્યાની આસપાસ ગેસનાં બાટલા ભરેલાં છોટા હાથી ટેમ્પામાં એકાએક કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રસ્તા વચ્ચોવચ છોટા હાથી ટેમ્પોમાં આગ લાગતાં અન્ય વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવ્યો
રાજકોટ નજીક રસ્તામાં જઈ રહેલી ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારણ, કે ટેમ્પીમાં 10 જેટલા ઓક્સિજનના ગેસના સિલેન્ડર ભરેલા હતા.છોટા હાથી ટેમ્પોમાં આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. આગની જાણ થતાં તાત્કાલિક ફાયર ફાઈટર સ્થળે પહોંચી હતી અને તેમની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગના કારણે ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.
આગમાં ટેમ્પી બળીને ખાક
અચાનક આગ લાગતા વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો જે આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લેતા ટેમ્પી બળીને ખાક થઈ ગઈ હતી. તેમજ ભરેલ ઓક્સિજન સિલેન્ડર પણ સળગી ગયા હતા.
આ પણ વાંચો: વડોદરાઃ નવા બજાર માર્કેટ ખાતેના શોરૂમમાં આગની ઘટના, લોકોમાં અફડા તફડી મચી