ગુજરાતટ્રેન્ડિંગ
જામનગર: શહેર પોલીસમાં ફરજ બજાવતા 3 PSIને PI તરીકે પ્રમોશન મળ્યુ


- જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી
- શહેરમાં ત્રણ પીએસઆઇને પીઆઇ તરીકેના પ્રમોશન મળ્યા છે
- ગુજરાતમાં 159 જેટલા પીએસઆઇને આજે પીઆઇ તરીકેની બઢતી
જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઇને પીઆઇ તરીકેના પ્રમોશન મળ્યા છે. જેમાં ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 159 જેટલા પીએસઆઇને આજે પીઆઇ તરીકેની બઢતી આપવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે પીએસઆઇનો સમાવેશ થાય છે
ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઈ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે પીએસઆઇનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ રમાબેન ગોસાઈ, ઉપરાંત પી.જી.પનારા, અને રોહન.એચ.બારને પીઆઇ તરીકેનું પ્રમોશન અપાયું છે.
જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી
આ સમાચાર આવતા જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાતા તેજસ ચુડાસમા અને મનીષ મકવાણાને પણ પીઆઇ તરીકેનું પ્રમોશન અપાયું છે.