પીએમ મોદીના બર્થ ડે પર અમદાવાદ ઝોન-7 ડીસીપી ભગીરથસિંહ જાડેજાના નેતૃત્વમાં સફળ રક્તદાન કેમ્પનું આયોજન


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની દેશભરમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે પીએમના જન્મદિવસ પર અમદાવાદ ઝોન-7 ડીસીપી ભગરીથ સિંહ જાડેજાના નેતૃત્વમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં 417 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું. તેમજ DYSP એસ એન પટેલે પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય રાકેશ શાહ હાજર રહ્યા હતા. તેમજ પોલીસ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ માટે પોલીસ તથા પબ્લિક દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રેડ ક્રોસ સોસાયટીના સહયોગમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ 417 બોટલ રક્તદાન થયેલ છે. ડીસીપી ભગરીથ સિંહ વડાપ્રધાન મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે અનોખી શરૂઆત કરી અને લોકોએ તેનો ઉત્તમ પ્રતિસાદ આપ્યો છે.
દેશમાં પ્રતિ 2 સેકન્ડે એક દર્દીને લોહીની જરૂર પડે છે જ્યારે 2021ના આંકડાઓ પ્રમાણે દર વર્ષે 1.5 કરોડ યુનિટ લોહીની જરૂર પડે છે. બ્લડ ડોનેશન અભિયાન દેશભરમાં અનેક જરૂરિયાતમંદ દર્દીઓને લોહી પૂરૂ પાડશે.
આ પણ વાંચો : Exclusive: એક ગુજરાતીએ સપનું જોયું… એક ગુજરાતીએ સાકાર કર્યું…