HDFC બેંક ગ્રુપ 6 બેંકમાં 9.5% હિસ્સો ખરીદશે, RBIએ આપી મંજૂરી


નવી દિલ્હી, 06 ફેબ્રુઆરી: HDFC બેંક ગ્રુપને ઇન્ડસઇન્ડ બેંક સહિત 6 બેંકોમાં 9.5% હિસ્સો ખરીદવા માટે RBIની મંજૂરી મળી છે. ઇન્ડસઇન્ડ બેંક ઉપરાંત, આ બેંકોમાં એક્સિસ બેંક, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક, ICICI બેંક, યસ બેંક અને બંધન બેંકનો સમાવેશ થાય છે. આ મંજૂરી HDFC બેંકને નહીં પરંતુ, HDFC બેંક ગ્રુપને આપવામાં આવી છે, આ વાતની પુષ્ટિ HDFC બેંકે સ્વયં કરી છે. મંજૂરી આપતી વખતે RBIએ એમ પણ કહ્યું છે કે જો એચડીએફસી બેંક આરબીઆઈના પત્રની તારીખથી એક વર્ષની અંદર આ હિસ્સો ખરીદવામાં નિષ્ફળ જશે, તો આ મંજૂરી રદ કરવામાં આવશે.
શેર 9.5%થી વધુ ન હોવો જોઈએ
એક રિપોર્ટ મુજબ, HDFC બેંક જૂથને આ 6 બેંકમાં 9.5% હિસ્સો ખરીદવા માટે RBIની મંજૂરી મળી છે. આરબીઆઈએ એચડીએફસી બેંકને એ સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે કે બેંકોમાં તેનો કુલ હિસ્સો તેમની ચૂકવણી કરેલા શેર મૂડી અથવા મતદાન અધિકારોના 9.5%થી વધુ ન હોય.જો તેનો હિસ્સો 5%થી નીચે આવે છે, તો તેને વધારીને 5% કે તેથી વધુ કરવા માટે આરબીઆઈની મંજૂરીની જરૂર પડશે.
HFDC બેંક ગ્રુપના શેરમાં વધારો નોંધાયો
RBIએ HDFC બેંક ગ્રુપને મંજૂરી આપ્યા બાદ HDFC બેંકના શેરમાં વધારો નોંધાયો છે. છેલ્લા ઘણા દિવસોથી લાલ નિશાનમાં ટ્રેડ કરી રહેલી HDFC બેંકના સ્ટોક આજે બપોરે 1.45 વાગ્યા સુધી 1447 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો. શેર રૂ. 1445.55 પર ખૂલ્યો અને રૂ. 1432.60ની નીચી સપાટીએ ગયો હતો.
આ પણ વાંચો: Paytm કેસઃ એક પાન કાર્ડ ઉપર 1000 ખાતાં! આ રીતે RBIના રડાર પર આવ્યું?