- ડ્રાઈવિંગની તાલીમ, લર્નિંગ લાઇસન્સની સુવિધા અપાશે
- લાભાર્થીએ મ્યુનિ.નો ઇ-ઓટોનો લોગો ફરજિયાત લગાવવાનો રહેશે
- ઇ-રીક્ષાની ખરીદીથી ત્રણ વર્ષ સુધી વેચી શકાશે નહીં
અમદાવાદમાં AMC મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પેસેન્જર ઈ- રિક્ષા પ્રોજેક્ટ અમલમાં મુકાશે. જેમાં પાકું લાઇસન્સ મળતાં ઇ-રિક્ષા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર લોન આપશે. તથા રૂ.30,000ની સબસિડી અપાશે. તેમજ ડ્રાઈવિંગની તાલીમ, લર્નિંગ લાઇસન્સની સુવિધા અપાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં વાવાઝોડાની વિદાય બાદ આ મંદિરના દ્વાર ખૂલતા ભક્તોનો ધસારો
લાભાર્થીએ મ્યુનિ.નો ઇ-ઓટોનો લોગો ફરજિયાત લગાવવાનો રહેશે
લાભાર્થીએ મ્યુનિ.નો ઇ-ઓટોનો લોગો ફરજિયાત લગાવવાનો રહેશે. AMC દ્વારા ‘આત્મ નિર્ભર ભારત- આત્મનિર્ભર મહિલા’ના સૂત્રને સાર્થક કરવાની નેમ સાથે મહિલાઓ માટે ઈ-રિક્ષા પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે અને ટુંક સમયમાં 25 ઈ-રીક્ષા શરૂ કરાશે. આ પેસેન્જર ઇ-રીક્ષાની કિંમત અંદાજે રૂ. બે લાખ છે અને તેની ખરીદી કરવા મ્યુનિ. દ્વારા લોનની વ્યવસ્થા સાથે ઉપરાંત રૂ.30,000ની સબસિડી પણ અપાશે. મહિલાઓને ડ્રાઇવિંગ સંસ્થા મારફત લર્નિંગ લાયસન્સ, રિક્ષા ડ્રાઈવિંગની તાલીમ અપાશે. AMC દ્વારા મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબન પ્રોજેક્ટ અંતર્ગત ઈ- રિક્ષા પ્રોજેક્ટના સંચાલન વ્યવસાયમાં જોડાવા માટે ઇચ્છુક મહિલાઓ તા.6 જુલાઇ,2023 સુધી કોર્પોરેશનમાં અરજી કરી શકશે.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર, જાણો કયા કેટલો ખાબક્યો વરસાદ
ઇ-રીક્ષાની ખરીદીથી ત્રણ વર્ષ સુધી વેચી શકાશે નહીં
પાકું લાઇસન્સ મળતાની સાથે ઇ-રીક્ષા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રોજગાર હેઠળ બેંક લોન કરી અપાવાશે. જેમાં અંદાજે 30 ટકા સબસિડી પણ લોનધારકને મળશે. AMCના યુ.સી.ડી. વિભાગ દ્વારા શરૂઆતમાં 25 ઇ-ઓટો રિક્ષા શરૂ કરાવાશે. આ પ્રોજેક્ટમાં વધુ મહિલાઓને જોડવા પ્રયાસ કરાશે. ઇ-રીક્ષાની ખરીદી પર મહિલાઓએને વ્હીકલ ટેક્સ ભરવામાંથી મુક્તિ અપાઇ છે. પરંતુ ઇ-રીક્ષાની ખરીદીથી ત્રણ વર્ષ સુધી વેચી શકાશે નહીં.
મ્યુનિ. દ્વારા પસંદગી પામેલા અરજદારોને ઇ-રીક્ષાની ખરીદી કરવા ઉપર CSR પ્રોજેકટ હેઠળ રીક્ષા દીઠ રૂ. 30,000ની નાણાંકીય સહાય સબસિડી તરીકે ચૂકવાશે. આ ઉપરાંત ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (જેડા) દ્વારા ઇ-વ્હીકલની ખરીદી ઉપર નિયત કરેલી રૂપિયા 48,000ની મદદની રકમ મ્યુનિ.ના યુ.સી.ડી. વિભાગ દ્વારા અપાવાશે. લાભાર્થીએ મ્યુનિ.નો ઇ-ઓટોનો લોગો ફરજિયાત લગાવવાનો રહેશે.