ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પૂર પીડિત સિક્કિમમાં ભારતીય સૈન્ય અને બીઆરઓ દ્વારા દંગ કરે એવું પુલ નિર્માણ

  • ઉત્તર સિક્કિમ સાથે સંપર્ક પુનઃસ્થાપિત કરવા ભારતીય સેના અને BROએ બાંધ્યો પુલ
  • 150 ફૂટનો પુલ ઉત્તર સિક્કિમને ફરીથી જોડવાની દિશામાં પ્રગતિની આપે છે ખાતરી

સિક્કિમમાં તાજેતરના વિકરાળ પૂરને કારણે ભયંકર તારાજી સર્જાઇ હતી. જેથી સિક્કિમમાં ભારે નુકશાન થયું હતું. પૂરને કારણે ઉત્તર સિક્કિમ સાથે તૂટી ગયેલો સંપર્ક પુનઃસ્થાપિત કરવા ભારતીય સેના અને BROએ સિવિલ એડમિનિસ્ટ્રેશન સાથે મળીને મંગન ખાતે તિસ્તા રિવર પર બે બેઈલી પુલનું બાંધકામ શરૂ કર્યું છે. જેમાંના પહેલા 150 ફૂટ પુલની કામગીરી રવિવારે પૂર્ણ થઈ ચૂકી છે. જે ઉત્તર સિક્કિમને ફરીથી જોડવાની દિશામાં પ્રગતિની ખાતરી આપે છે. તો બીજા પુલની કામગીરી 27મી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે.

 

ભારતીય સેના અને BROએ સંયુક્ત રીતે બાંધ્યો પુલ 

અખબારી યાદી અનુસાર, જ્યારે BRO મુખ્ય માર્ગ મંગન-તુંગ-ચુંગથાંગને ફરીથી જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ભારતીય સેનાએ BRO અને સ્થાનિકો અને નાગરિક વહીવટીતંત્રની મદદથી વૈકલ્પિક માર્ગ મંગન-સંકલાંગને ખોલવાના પ્રયાસો કરી રહી છે. આ માટે મંગન-સંકલાંગ ક્રોસિંગ પર તિસ્તા નદી પર બે બેઈલી બ્રિજ બનાવવાની જરૂર હોવાથી ચોવીસ કલાક કામ કરીને, પહેલા પુલનું કામ 22 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે પૂરું કરવામાં આવ્યું હતું. ચુંગથાંગ સુધી કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક રાહત તરીકે મંગન-સાંકલાંગ-થેંગ-ચુંગથાંગના વૈકલ્પિક માર્ગને જોડાવા ત્રિશક્તિ કોર્પ્સના સૈનિકોએ મંગન-સાંકલાંગ ક્રોસિંગ પર બેઇલી બ્રિજનું બાંધકામ હાથ ધર્યું છે.

 

બીજા પુલની કામગીરી 27 ઑક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા

અગાઉ જો કે, નદીની પહોળાઈ વધીને 600 ફૂટ થઈ ગઈ હોવાથી બે અલગ-અલગ પુલ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. યુદ્ધના ધોરણે કામ કરતાં, સેનાએ 150 ફૂટ લાંબા પ્રથમ પુલનું બાંધકામ 22 ઑક્ટોબર 23ના રોજ પૂરું કર્યું છે. જ્યારે બીજો બ્રિજ 27 ઑક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.

આ પણ વાંચો :દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું વાતાવરણ બન્યું ઝેરી, વરસાદની શક્યતા

Back to top button