ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં જણાવ્યું આ કારણ
ધોરાજીમાં 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રુમમાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું છે. તેની તપાસ કરતા આ વિદ્યાર્થીનીએ પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેને તેના મોતનું કારણ જણાવ્યું છે.
ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
જાણકારી મુજબ રાજકોટના ધોરાજીમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ વિદ્યાર્થી રોયલ સ્કૂલમાં અભ્યાસ કરતી અને ત્યાની હોસ્ટેલમાં રહેતી હતી ત્યારે તેને હોસ્ટેલના રૂમમાં જ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું છે.
સુસાઈડ નોટમા આપઘાતનું કારણ તેના પિતા હોવાનો ઉલ્લેખ
હોસ્ટેલના રુમમાં આપઘાત કરનાર આ વિદ્યાર્તી પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેને આ પગલુ ભરવા પાછળનું કારણ તેના પિતાને જણાવ્યા છે. તેને પિતાથી નારાજ હોવાથી આ પગલુ ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમજ તેને સુસાઈડ નોટમાં તેના પિતા તેને સમજતા ન હોવાથી વારંવાર તેના પર ગુસ્સો કરતા હોવાથી તેને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે.
પોલીસે હાથ ધરી તપાસ
આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જો મેળવીને સુસાઈડ નોટને આધારે ફરિયાદ મોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : સુરતમાં H3N2ના લક્ષણો બાદ 31 વર્ષિય મહિલાનું મોત, આરોગ્ય તંત્ર એલર્ટ