બોર્ડની પરીક્ષા માટે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 248 રાઈટર ફાળવ્યા આવ્યા છે. જેમાં લખવામાં ગ્રીપ આવતી ન હોવાથી રાઈટર ફાળવવામાં આવ્યો છે. તેમજ વિદ્યાર્થીએ બ્રેઈન હેરમરેજ જેવી ગંભીર બિમારીને હરાવી બોર્ડની પરીક્ષા આપી છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારે આ કંપની પાસેથી બે વર્ષમાં 8,788 કરોડની વીજળી ખરીદી
સિવિલ સર્જનના પ્રમાણપત્રના આધારે રાઈટર ફળવ્યા
ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 248 વિદ્યાર્થીઓને રાઈટર ફાળવવામાં આવ્યાં છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં આવેલી સ્કૂલોમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમાનુસાર રાઈટરની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત અકસ્માતના લીધે ઈજાગ્રસ્ત થયા હોય અને પરીક્ષામાં લખી શકવા માટે સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓને પણ સિવિલ સર્જનના પ્રમાણપત્રના આધારે રાઈટર ફળવ્યા હતા. જેમાં શહેરનો વિદ્યાર્થી બ્રેઈન હેરમરેજ જેવી ગંભીર બિમારીને હરાવી બોર્ડની પરીક્ષા આપી છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCના 4 અધિકારીઓને કામમાં બેદરકારી બદલ શોકોઝ નોટિસ ફટકારાઇ
સતત પાંચ માસથી તેની ફ્ઝિીયોથેરાપી ચાલુ
6 માસ પહેલા જ અકસ્માતમાં બ્રેઈન હેમરેજ થયુ હતું. અકસ્માત બાદ એક માસ સુધી હોસ્પિટલના બિછાને રહ્યા હતો અને ત્યારબાદ પણ સતત પાંચ માસ સુધી ઘરે ફ્ઝિીયોથેરાપી પાસે સારવાર લીધી હતી. જોકે, હજુ પણ તેને લખવામાં ગ્રીપ આવતી ન હોવાથી રાઈટરની મદદથી ધોરણ-12ની પરીક્ષા આપી છે.
આ પણ વાંચો: ગુજરાત: ભાજપના નેતાઓનો યોજાશે ત્રણ દિવસીય અભ્યાસ વર્ગ
શહેરના પંચવટી ખાતે આવેલી નિર્માણ સ્કૂલમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતો ક્રિશ શેઠ 11 સપ્ટેમ્બરના રોજ તે ઘરેથી બહાર નિકળી રોડ ક્રોસ કરવા જઈ રહ્યો હતો ત્યારે રોંગ સાઈડમાંથી આવતી એક બાઈકે તેને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં તેને બ્રેઈન હેમરેજ થતાં તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેનું ઓપરેશન થયું હતું અને એક માસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ તેને શરીરના અડધા ભાગમાં મુવમેન્ટ થવામાં તકલીફ્ હતી. જેથી સતત પાંચ માસથી તેની ફ્ઝિીયોથેરાપી ચાલુ છે.