ગુજરાત

ભાવનગર : પાણી પુરવઠા મંત્રીની અધ્યક્ષતામાં અખિલ ભારતીય કોળી સમાજ કર્મચારી મંડળનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

Text To Speech

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના જયશ્રી બાલા હનુમાનજી આશ્રમ કાનપુર ખાતે રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં અખિલ ભારતીય કોળી સમાજ કર્મચારી મંડળ વલ્લભીપુર તાલુકા આયોજિત તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન સમારોહ યોજાયો હતો.

સન્માન સમારોહમાં કુવરજી બાવળીયાએ આપ્યું આ નિવેદન

સન્માન સમારોહમાં ઉપસ્થિત મંત્રી કુંવરજી બાવળિયાએ વિદ્યાર્થીઓ અને દાતાઓનું સન્માન કરીને વક્તવ્યમાં જણાવ્યું હતું કે સન્માન પ્રાપ્ત કરનાર દરેક ને શુભેચ્છા તેમજ જેમનું સન્માન નથી થયું એમને વધુ મહેનત કરવા સૂચન કર્યું હતું.

વિદ્યાર્થી સન્માન સમારોહ-humdekhengenews

શિક્ષણની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની આપી સલાહ

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને જે ઇનામ મળ્યું એનું મહત્વ નથી પરંતુ પ્રોત્સાહન થયાનું મહત્વ સમજીને ઉત્તમ કાર્ય કરનાર મંડળને શુભેચ્છા પાઠવી હતી. તેમજ શિક્ષણની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાની પણ સલાહ આપી હતી.

વિદ્યાર્થી સન્માન સમારોહ-humdekhengenews

આ કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : વડોદરા ભાજપમાં આંતરિક કલેહ! મેયરની પત્રિકા કાંડમાં ભાજપના નેતાની ધરપકડ

Back to top button