અમદાવાદ, 26 જૂન 2024, ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં GCAS પોર્ટલ દ્વારા ઓનલાઇન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. એડમિશન પ્રક્રિયાનો પહેલો રાઉન્ડ પૂર્ણ થયો છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એલ.ડી. આર્ટસ કોલેજમાં BA વીથ પોલિટિકલ સાયન્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીએ ક્ટ ઓફ કરતા પણ વધુ પરિણામ મેળવ્યું હોવા છતાં વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો નથી. જેથી વિદ્યાર્થીએ ગુજરાત યુનિવર્સિટીને ફરિયાદ કરી હતી.
કોલેજમાં BA વિથ પોલિટિકલ સાયન્સ પસંદ કર્યું હતું
GCAS પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયામાં અનેક મુશ્કેલીઓ થતી હોવાની વિદ્યાર્થી સંગઠનો રજૂઆત કરી ચૂક્યા છે. છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. અમદાવાદમાં રહેતા ધ્વનિત ખત્રી નામના વિદ્યાર્થીએ ધોરણ-12માં 79.73 ટકા મેળવ્યા છે. ધ્વનિતે GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવીને SEBC કેટેગરી સાથે એલ. ડી. આર્ટ્સ કોલેજમાં BA વિથ પોલિટિકલ સાયન્સ પસંદ કર્યું હતું.
બીજા રાઉન્ડ માટે રાહ જોવી પડશે
GCAS પોર્ટલ પર મેરીટ જાહેર થયું હતું જેમાં ધ્વનિતને એડમિશન મળ્યું નહોતું. ધ્વનિતે ચેક કરતા SC અને BC કેટેગરીનું કટ ઓફ 75 ટકા અટક્યું છતાં એડમિશન મળ્યું નહોતું.ધ્વનિતે મીડિયાને જણાવ્યું હતું કે, મે એલ. ડી આર્ટસ કોલેજ માટે અરજી કરી હતી. એલ.ડી આર્ટસનું કટ ઓફ 75 ટકાએ અટક્યું છે.મારે 79.73 ટકા છે છતાં મને એડમિશન નથી મળ્યું. અમે એક કોલેજથી બીજી કોલેજ ધક્કા ખાઈએ છે છતાં કોઈ નિરાકરણ આવતું નથી. હવે મારે બીજા રાઉન્ડ માટે રાહ જોવી પડશે.
આ પણ વાંચોઃસુરત નર્મદ યુનિવર્સિટીમાં કર્મચારીઓના કરાર 11ને બદલે 2 માસ કરાતા વિરોધ પ્રદર્શન