આર્જેન્ટિનામાં અનુભવાયા ભૂકંપના જોરદાર આંચકા, રિક્ટર સ્કેલ પર 6.5ની તીવ્રતા
છેલ્લા કેટલાક સમયથી અનેક જગ્યાએ ભૂકંપના આંચકા આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે આજે વહેલી સવારે આર્જેન્ટિની ઘરા ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપના આંચકાથી લોકોમા અફરા તફરી સર્જાઈ હતી. પરંતુ આ ભૂકંપને કારણે કોઈ નુકશાનની માહીતી હાલ સામે આવી નથી.
6.5ની તીવ્રતાનો ભૂકંપના આંચકા
પ્રાપ્ત વિગતો અનુસાર આજે આર્જેન્ટિનામાં ભૂકંપનો જોરદાર આંચકા અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. જેમા જણાવવામાં આવ્યુ હતુ કે આર્જેન્ટિનાના કોર્ડોબાથી 517 કિમી ઉત્તરમાં આજે સવારે 3:39 કલાકે 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આર્જેન્ટિના. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC)ના જણાવ્યા અનુસાર આ ભૂકંપ 600 કિલોમીટર (372.82 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો.
પેરાગ્વેમાં પણ અનુભવાયા હતા ભૂકંપના આંચકા
અમેરિકન જિયોલોજિકલ સર્વેના અહેવાલ અનુસાર આ ભૂકંપના આંચકા માત્ર આર્જેન્ટિનામાં જ નહીં પરંતું પેરાગ્વેમાં પણ અનુભવાયા હતા. જો કે આ ભૂકંપના કારણે કોઈ નુકસાન થયું હોવાની વિગતો સામે આવી નથી.
આ પણ વાંચો : ખોડલધામ ટ્રસ્ટમાં પૂર્વ CM આનંદીબેનના પુત્રી અનાર પટેલ સહિત 43 નવા સભ્યોનો સમાવેશ