ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મહેસાણામાં વિફરેલી ગાયનો યુવક પર હુમલો, 3 વખત ભાગ્યો તોય યુવકને ખૂંદી નાખ્યો, જૂઓ LIVE CCTV ફૂટેજ

  • મહેસાણામાં વિફરેલી ગાયે યુવકને દોડાવ્યા
  • ઢોરે યુવક પર હુમલો કરતા તેની હાલત ગંભીર

રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર પ્રશ્ન બનતો જોવા મળ્યો છે. રસ્તે જતા લોકો પર ઢોર હુમલાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. જેમાં હવે અમદાવાદ બાદ મહેસાણામાં યુવક પર રખડતી ગાયે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં ઢોરે યુવક પર હુમલો કરતા તેની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,મહેસાણાની સાહિલ ટાઉનશીપ સોસાયટીમાં રખડતા ઢોરોએ ત્રણ યુવાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં યુવકને ગાયે શિંગડે ભરાવીને પગથી ખુંદ્યો હતો. યુવકે ભાગવા માટે 3 વખત પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે ગાય તેને મારવા પાછળ દોડતી અને નીચે પાડી દેતી. આખરે ઈજાગ્રસ્ત યુવક રીક્ષામાં બેસીને ભાગી ગયો હતો, જોકે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, પરિણામે સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.

ઘટના સીસીટીવીમાં કેદ થઈ
મહત્વનું છે કે, ગાયના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, યુવક જીવ બચાવવા રોડ પર દોડી રહ્યો છે અને ગાય તેની પાછળ દોડી રહી છે. તોફાને ચડેલી ગાય યુવક પાછળ દોડતી જોવા મળી રહી છે. જેમાં ભાગતો ભાગતો યુવક એક ખુલ્લા ચોકમાં પહોંચ્યો ગાયો પાછળી શિંગડે ચડાવીને ભોયભેગો કરી નાખ્યો હતો અને પગથી લાતો મારી હતી. સતત એક મિનિટ સુધી યુવકના શરીરને ગાય ખુદતી રહી હતી.

લોકોએ યુવકને બચાવવા પ્રયાસ કર્યો
આ દરમિયાન નજીકમાંથી અન્ય લોકો યુવકને બચાવવા લાકડીઓ લઇ આવી જતા યુવકને બચાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાય મચક આપતી ન હતી અને તેની પાછળ પડતા તેઓ પણ જીવ બચાવી ભાગી ગયા હતા. આ સમયે યુવક ત્યાંથી ઉઠીને ભાગ્યો હતો, પરંતુ ગાયે પાછો તેનો પીછો કરી ફરી રોડ પર પટક્યો હતો અને ફરીથી પગથી લાતો મારતા તેને ઇજાઓ થઈ હતી.

રિક્ષા ચાલકે જીવ બચાવ્યો
તે સમયે એક રિક્ષા ચાલક ત્યાં રીક્ષા લઈને આવી ગયો હતો. જેથી ઇજા પામેલા યુવકની નજીક લઇ આવી યુવકને રિક્ષા બેસાડી દીધો હતો. ગાયે રિક્ષાને પણ ધક્કો મારી ઊંધી પાડવા પ્રયત્ન કર્યો હતો. જોકે, રિક્ષા ચાલકે રિક્ષા ભગાડી મુકતા યુવકનો જીવ બચી ગયો હતો. જે બાદગંભીર ઇજા થતાં આ યુવકને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય ચાર યુવકોને પણ ઇજાઓ પહોંચી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી જોતા ભલભલાના રુવાડા ઉભા થઇ ગયા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં રખડતા ઢોરના નિયંત્રણ અંગેની નવી પોલિસીનો અમલ શરૂ

Back to top button