રેસ્ટોરન્ટમાં એક અજાણી વ્યક્તિએ સોનુ સૂદનું બિલ ચૂકવ્યું, અભિનેતાએ પોસ્ટ શેર કરી
- રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે જમવા ગયેલા સોનુ સૂદનું બિલ કોઈ અજાણ્યા વ્યક્તિએ ચૂકવ્યું અને સોનુ માટે એક ચિઠ્ઠી પણ ત્યાં મુકી, ચિઠ્ઠી વાંચી સોનુ સૂદે અજાણી વ્યક્તિ માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી
મુંબઈ, 23 ફેબ્રુઆરી: અભિનેતા સોનુ સૂદ દ્વારા કોવિડ-19ના રોગચાળા દરમિયાન અનેક લોકો માટે કરેલું કામ અત્યારે પણ લોકો યાદ રાખી રહ્યા છે અને આખી દુનિયાના લોકો તેમના વખાણ કરતા ક્યારેય થાકતા નથી. સોનુ સૂદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી શક્તિશાળી અભિનેતાઓમાંના એક છે. પોતાની ઉદારતાથી બધાનું દિલ જીતનાર સોનુ સૂદ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કોરોના રોગચાળા દરમિયાન, તેમણે ગરીબો, સ્થળાંતર કામદારોની મદદ કરી, જેના પછી તેઓ લોકોના મસીહા તરીકે ઓળખાવા લાગ્યા છે. દરમિયાન, હવે એક અજાણી વ્યક્તિએ સોનુ સૂદ માટે એક રેસ્ટોરન્ટમાં બિલ ચૂકવ્યું છે અને સોનુ માટે ચિઠ્ઠી પણ લખી છે, જેનાથી અભિનેતા ખુશ થયા છે અને તેમના માટે સોશિયલ મીડિયામાં એક સુંદર પોસ્ટ શેર કરી છે.
સોનુ સૂદે અજનબી માટે એક પોસ્ટ શેર કરી
ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ પણ સોનુ સૂદને તેમના ઉમદા કામમાં સાથ આપ્યો હતો. આ પહેલ પછી, સોનુએ એક વિશાળ ચાહક વર્ગ મેળવ્યો છે જે ઘણીવાર અભિનેતા માટે કંઈકને કંઈક કરતા રહેતા હોય છે, જેના કારણે તે હંમેશા લાઇમલાઇટમાં રહે છે. તાજેતરમાં, સોનુ સૂદે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે અજાણ્યા વ્યક્તિ દ્વારા તેના માટે લખેલી નોટની ઝલક બતાવી છે. અભિનેતા સોનુ સૂદની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
I don’t know who did this but someone paid for the entire bill of our dinner at a restaurant and left this sweet note .. Really touched by this gesture ❤️
Thank u buddy.
Means a lot ❤️🙏 pic.twitter.com/LpeznRoqBQ— sonu sood (@SonuSood) February 22, 2024
અજાણી વ્યક્તિએ સોનુ સૂદનું બિલ ચૂકવ્યું
સોનુ સૂદે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે કહ્યું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ રેસ્ટોરન્ટમાં તેના ડિનરનું આખું બિલ ચૂકવ્યું અને તેના માટે એક સુંદર નોટ છોડી દીધી. આ નોંધમાં સોનુએ કરેલા સારા કામની પ્રશંસા કરવામાં આવી હતી. સોનુએ પોસ્ટમાં આ નોટ અને રેસ્ટોરન્ટની ઝલક શેર કરી છે. તસવીર શેર કરતી વખતે સોનુ સૂદે લખ્યું છે કે, “મને ખબર નથી કે આ કોણે કર્યું… પરંતુ કોઈએ રેસ્ટોરન્ટમાં અમારા રાત્રિભોજનનું બિલ ચૂકવ્યું અને એક નોટ છોડી દીધી… મારા માટે આટલો પ્રેમ જોઈને મને ખૂબ જ આનંદ થયો. આભાર મિત્ર…મારા માટે આ બુધુ ખુબજ મહત્તવનું છે.”
આ પણ વાંચો: માધવનનો શૈતાન અવતાર જોઈને તેની પત્નીએ કહ્યું- મારી સાથે દૂર રહીને…