ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ, વરસાદનો મોટો રાઉન્ડ આવશે!

  • ભારતીય હવામાન વિભાગ (IMD)એ ઓડિશાના પાંચ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર
  • માછીમારોને 11 સપ્ટેમ્બર સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી
  • આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાથી જોડાયેલા સમુદ્રી વિસ્તારોમાં 35 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાશે

બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડા જેવી સિસ્ટમ બની છે. જેમાં વરસાદનો મોટો રાઉન્ડ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સુન ટ્રફના કારણે વરસાદ રહેશે. આ વચ્ચે એક મોટી આફત ગુજરાત તરફ આવી રહી છે. બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બન તે સિસ્ટમ કદાચ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે, તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો: ‘ડિજિટલ વૉર’ની તૈયારી! રશિયામાં YouTube પર પ્રતિબંધ મૂકી દેવાયો

ભારતીય હવામાન વિભાગ (IMD)એ ઓડિશાના પાંચ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર

જોકે, આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે કે નહીં, તે અત્યારથી નક્કી કહી શકાય નહીં. પરંતુ કદાચ તે સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે. જો તે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો 13-14થી 19 સપ્ટેમ્બરમાં ફરીથી વરસાદી રાઉન્ડ આવી શકે છે. દેશના ઘણા રાજ્યો હાલમાં પૂરની ઝપેટમાં છે. દરમિયાન બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર એરિયા હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જેના કારણે આગામી ત્રણ દિવસમાં ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ભારતીય હવામાન વિભાગ (IMD)એ ઓડિશાના પાંચ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. માછીમારોને 11 સપ્ટેમ્બર સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ ડિપ્રેશન કલિંગપટનમ (આંધ્રપ્રદેશ) થી લગભગ 270 કિમી, ગોપાલપુર (ઓડિશા) થી 210 કિમી અને દક્ષિણ દિઘા (પશ્ચિમ બંગાળ) થી 370 કિમી દૂર છે.

ડિપ્રેશન સોમવારે બપોર સુધીમાં પુરી અને દિઘા વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ડિપ્રેશન સોમવારે બપોર સુધીમાં પુરી અને દિઘા વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે. આ પછી, તે આગામી બે દિવસમાં ઝારખંડ અને તેને અડીને આવેલા ઉત્તરી છત્તીસગઢ તરફ આગળ વધશે. આવી સ્થિતિમાં અહીં વરસાદ પડી શકે છે. ઓડિશાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે રાજ્યના કોરાપુટ જિલ્લાના કુન્દ્રા અને બોઈપારીગુડા બ્લોક સૌથી વધુ પ્રભાવિત થયા છે. મળતી માહિતી મુજબ બંને બ્લોકના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ સિવાય રસ્તા પર પાણી વહી જવાને કારણે કુન્દ્રા બ્લોકનો દિઘાપુર સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. વધારાનું પાણી છોડવા માટે મચકુંડ ડેમના બંને દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

મધ્ય બંગાળની ખાડીમાં વાવાઝોડા જેવું દબાણ બની રહ્યું છે

મધ્ય બંગાળની ખાડીમાં વાવાઝોડા જેવું દબાણ બની રહ્યું છે. આ કારણે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાથી જોડાયેલા સમુદ્રી વિસ્તારોમાં 35 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાશે. અરબ સાગરમાં ચક્રીય દબાણ બનેલું છે, જે ભારતથી લઈને ઓમાન સુધી ફેલાયેલું છે. આ કારણે આ વિસ્તારમાં તોફાનની શક્યતા છે. જેને કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં, આસામ અને અરુણાચલ સહિત બિહાર, બંગાળ, ઝારખંડમાં વરસાદની સંભાવના છે. અહીં, બંગાળની ખાડીમાંથી ચાલી રહેલું ચોમાસું આંધ્ર પ્રદેશ, તેલંગાણાથી મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી પસાર થઈ રહ્યું છે, જેના કારણે આજે તેલંગાણા, આંધ્ર અને રાજસ્થાનમાં ભારે વરસાદ થઈ શકે છે અને મહારાષ્ટ્રના દક્ષિણ-પૂર્વમાં સારો વરસાદ થઈ શકે છે.

Back to top button