ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગંગા નદીમાં ‘રામ’ લખેલો પથ્થર તરતો જોવા મળ્યો, લોકોની ભારે ભીડ ઉમટી, જૂઓ VIDEO

Text To Speech
  • ગંગા નદીમાં તરતો જોવા મળ્યો ‘રામ’ નામનો પથ્થર
  • જોવા માટે લોકોની ઉમટી પડી ભીડ

આપણે બધાએ રામાયણમાં જ્યારે રામ ભગવાન સીતા માતાને રાવણના ચંગુલમાંથી બચાવા જાય છે. ત્યારે લંકા પહોંચવા માટે મસમોટો સમુદ્વ પાર કરવાનો હતો. ત્યારે હનુમાનજીએ સમુદ્ર દેવની પરવાનગી લઈને શ્રીરામ લખેલા પથ્થર પાણીમાં નાખતા તે પથ્થરો તરવા લાગ્યા હતા. આમ એક બાદ એક પથ્થર પાણીમાં નાખી રામસેતુ બનાવવામાં આવ્યો હતો. તે સમયની વાત સાંભળીને કદાચ તમારા મનમાં પ્રશ્ન ઉભો થઈ શકે કે આ ચમત્કાર કેવી રીતે થઈ શકે. ત્યારે ભગવાનનો આ ચમત્કાર હાલ પણ જોવા મળ્યો છે. જેમાં બિહારની રાજધાની પટના શહેરના રાજા ઘાટ પાસે ‘રામ‘ લખેલો પથ્થર પાણીમાં તરતો જોવા મળ્યો છે.

અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,બિહારની રાજધાની પટના શહેરના રાજા ઘાટ પાસે ગઈકાલે ગંગા નદીમાં એક પથ્થર તરતો જોવા મળ્યો હતો, જેને જોવા માટે ભારે ભીડ એકઠી થઈ હતી. આ પથ્થર પર ‘રામ’ લખેલું છે. લોકોએ આ પથ્થરને રાજા ઘાટ પાસેના મંદિરના પ્રાંગણમાં રાખ્યો હતો. લોકો આ પથ્થરને રામ શિલા કહી રહ્યા હતા. આ પછી સ્થાનિક લોકો આ પથ્થરની પૂજા કરવા લાગ્યા હતા. કેટલાક લોકો આ પથ્થરને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા તો કેટલાક તેને શ્રદ્ધાથી જોવા આવી રહ્યા હતા. તેની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે. જો કે ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે, કેટલીકવાર જ્યારે પથ્થરો જૂના થઈ જાય છે, ત્યારે તેમાં છિદ્રો બની જાય છે. આવી સ્થિતિમાં પથ્થરો પાણીમાં તરવા લાગે છે.

પાણીમાં તરતા પથ્થરો પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ?
પાણીમાં તરતા પથ્થરોને પ્યુમિસ સ્ટોન્સ તરીકે ઓળખવામાં આવે છે, આ પ્યુમિસ પત્થરો અંદરથી છિદ્રિત હોય છે. જેમાં કોષોમાં હવા ભરાય છે. ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે જે પથ્થરો પાણી પર તરતા હોય છે, તેમની આંતરિક રચના એકદમ નક્કર નથી, પરંતુ તેની અંદર સ્પોન્જ જેવી રચના હોય છે, જેમાં વચ્ચે વાયુકોષ હોય છે. આ હવાના કોષોને કારણે આ પથ્થરો વજનમાં ભારે હોવા છતાં ઘનતાની દ્રષ્ટિએ હળવા હોય છે. આ કારણોસર આ પથ્થરો પાણીમાં તરી શકે છે.

આ પણ વાંચો : રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે ઉજવાશે દિવાળી, દરેક ઘર અને મંદિરમાં પાંચ દીવા પ્રગટાવવાની થશે અપીલ

Back to top button