ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

વીજળીના વાયરને અડી ગઈ લાકડી અને 22 સેકન્ડમાં જ યુવકનું થઈ ગયું મૃત્યુ, વીડિયો જોઈ રૂવાડા ઊભા થઈ જશે!

  • મહોબા જિલ્લામાં ઈલેક્ટ્રીક શોક લાગવાથી એક યુવકનું થયું મૃત્યુ
  • ઈલેક્ટ્રીક શોક લાગવાની ઘટના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં થઈ કેદ
  • ઈલેક્ટ્રીક શોક લાગતાની સાથે જ યુવકનું 22 સેકન્ડમાં થઈ ગયું મૃત્યુ

ઉત્તર પ્રદેશ, 3 જુલાઈ: યુપીના મહોબા જિલ્લામાં ઈલેક્ટ્રીક શોક લાગવાથી એક યુવકનું મૃત્યુ થયું છે. ઈલેક્ટ્રીક શોક લાગવાની ઘટના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. યુવકના મૃત્યુથી પરિવારમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. પરિવારના સભ્યોનો હાલ રોઈ-રોઈને ખરાબ હાલ થઈ ગયો છે.

35 વર્ષીય દેવેન્દ્રનું વીજ કરંટ લાગવાથી થયું મૃત્યુ

હકીકતમાં, મંદિર જવાની તૈયારી કરી રહેલા પરિવારનો ઉત્સાહ અને ખુશી ત્યારે માતમમાં ફેરવાઈ ગઈ જ્યારે 35 વર્ષીય દેવેન્દ્રનું વીજ કરંટથી મૃત્યુ થયું. તેના મૃત્યુનો લાઈવ વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે, જેને જોઈને બધા ચોંકી ગયા હતા કે કેવી રીતે બેદરકારીના કારણે યુવકે થોડી જ સેકન્ડમાં પોતાનો જીવ ગુમાવ્યો.

અહીં જૂઓ ઘટનાનો વીડિયો:

 

મહોબાના ચાંદોન ગામનો રહેવાસી દેવેન્દ્ર શહેરના જસોદા નગર મોહલ્લામાં રહેતા તેના પિતરાઈ ભાઈ સુરેન્દ્ર સિંહના સ્થાન પર આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે દર વર્ષે અષાઢ મહિનામાં સુરેન્દ્ર સિંહ પરિવારના કલ્યાણ, સુખ અને સમૃદ્ધિ માટે મંદિરમાં પ્રાર્થના અને પ્રસાદ ચઢાવે છે. આ પરંપરા અંતર્ગત દરેક લોકો ઘરે મંદિર જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં જ આ દુઃખદ બનાવ બન્યો હતો.

ઘરના દરેક લોકો મંદિરમાં પૂજા કરવા જવાની તૈયારી કરી રહ્યા હતા, અને…

પરિવારના સભ્યોએ જણાવ્યું કે, ‘ઘરના દરેક લોકો મંદિરમાં પૂજાની તૈયારી કરી રહ્યા હતા. કોઈ પ્રસાદ બનાવી રહ્યું હતું તો કોઈ મંદિરમાં ફૂલ અને પાણી ચઢાવવાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન, દેવેન્દ્ર મંદિરમાં ધ્વજ લઈ જવા માટે વાંસની મોટી લાકડી સાથે ઘરના મુખ્ય દરવાજામાં પ્રવેશ્યા કે તરત જ લાકડી ઘરની ઉપરથી પસાર થતી 33 કેવી વીજ લાઇનને સ્પર્શી ગઈ અને તેમને વીજ કરંટ લાગ્યો હતો.

વીજ લાઈનને લાકડી અડતાની સાથે જ લાગ્યો કરંટ

કોઈ કંઈ સમજે તે પહેલા જ દેવેન્દ્ર પોલ પરથી આવતા વીજ કરંટમાં ફસાઈ ગયો અને થોડી જ વારમાં તેનું મૃત્યુ નીપજ્યું. વરસાદના કારણે વાંસની લાકડીઓમાં ભેજ હતો અને વીજલાઈનમાંથી કરંટ નીચે ગયો હતો. વીજળીના જોરદાર આંચકાને કારણે દેવેન્દ્રનું માથું લોખંડના ગેટ સાથે અથડાયું અને તે જમીન પર પટકાયો. નજીકમાં હાજર પરિવારના સભ્યોએ તેના હાથ, પગ અને છાતીમાં ઘસવાનું શરૂ કર્યું પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

તકેદારી રાખી હોત તો કદાચ જીવ બચી ગયો હોત…

પરિવારજનો દેવેન્દ્રને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવથી પરિવારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મંદિર જવાનો આનંદ ટૂંક સમયમાં જ શોકમાં ફેરવાઈ ગયો. મૃત્યુનું આ દર્દનાક દ્રશ્ય સીસીટીવી ફૂટેજમાં કેદ થયું હતું. લોકોનું કહેવું છે કે જો યુવકે વાંસની લાકડી લઈને જતી વખતે તકેદારી રાખી હોત તો કદાચ આ ઘટના ન બની હોત અને તેનો જીવ બચી ગયો હોત.

આ પણ વાંચો: જૂઓ વીડિયોઃ જ્યારે સૈન્ય જવાનોએ 40 યાત્રાળુઓને બચાવવા માટે જીવની બાજી લગાવી દીધી

Back to top button