- હાલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તડામાર તૈયારીઓ આરંભી દીધી
- 2036માં ભારતને ઓલિમ્પિકનું યજમાનપદ મળે તેવી પ્રબળ સંભાવના
- સુરતમાં બનનારું અદ્યતન સેન્ટર સમગ્ર ગુજરાતમાં અવ્વલ કક્ષાનું હશે
ગુજરાતના સુરત શહેરમાં ઓલિમ્પિક ગેમ્સ માટે 200 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સેન્ટર બનશે. જેમાં 96 વીઘામાં સ્પોર્ટ્સ સેન્ટરનું નિર્માણ પામશે. રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડી તૈયાર કરવા ખજોદમાં હાઈપરફોર્મન્સ સેન્ટર બનશે. 2036માં ભારતને ઓલિમ્પિકનું યજમાનપદ મળે તેવી પ્રબળ સંભાવના છે.
આ પણ વાંચો: ગુજરાતમાં એક દિવસમાં 5 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા
હાલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તડામાર તૈયારીઓ આરંભી દીધી
2036માં ભારતને ઓલિમ્પિક ગેમ્સનું યજમાનપદે મળે તેવી પ્રબળ સંભાવનાઓ વચ્ચે હાલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે સુરતના આંગણે ઓલિમ્પિકના ખેલાડીઓ તૈયાર કરવા માટે અંદાજિત 200 કરોડના ખર્ચે હાઈ પર્ફોર્મન્સ સેન્ટર (સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ) બનાવવા કવાયત હાથ ધરાઈ છે. આમ તો નડિયાદમાં હાઈ પર્ફોર્મન્સ સેન્ટર ઉપલબ્ધ છે. પરંતુ સુરતમાં બનનારું અદ્યતન સેન્ટર સમગ્ર ગુજરાતમાં અવ્વલ કક્ષાનું હશે. આવું હાઈ પર્ફોર્મન્સ સેન્ટર ગુજરાતનું પ્રથમ સેન્ટર હશે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે આવશે, લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ
આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાકાર કરવા માટે જમીન મેળવવાની કાર્યવાહી શરૂ
સુરતના ખજોદ ખાતે અંદાજિત 100 વીઘા જમીનમાં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાકાર કરવા માટે જમીન મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. સુરતના જિલ્લા રમત વિકાસ અધિકારીએ જિલ્લા કલેક્ટર પાસેથી હીરા બુર્સની તદ્દન નજીક બ્લોક-સરવે નંબર 177 વાળી જમીનના કુલ ક્ષેત્રફળમાંથી 60 એકર (96 વીઘાં) જમીન મેળવવા માટે જરૂરી કાર્યવાહી આરંભી દીધી છે. સુરતમાં બનનારા આંતરરાષ્ટ્રીય હાઈ પર્ફોર્મન્સ સેન્ટરમાં ઓલિમ્પિક્સમાં રમાતી છ ગેમ્સના ખેલાડીઓને ટ્રેનિંગ અપાશે. જેમાં ટેબલ ટેનિસ, બેડમિન્ટન, સ્ક્વોશ (સ્વિમિંગ), ટેકવાન્ડો, જિમ્નાસ્ટિક અને એક્વાટિક્સ ગેમનો સમાવેશ થાય છે. શરૂઆતના તબક્કે આ છ ગેમ્સ ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. પરંતુ પર્ફોર્મન્સ સેન્ટર તૈયાર થાય ત્યાં સુધી સંભવતઃ અન્ય ગેમ્સ માટે પણ સુવિધા ઊભી થઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કેમ્પના હનુમાન મંદિરમાં પ્રસાદીનો વિવાદ ચેરિટી કમિશનર પાસે પહોંચ્યો
ખદોજની જગ્યાની પસંદગી કરવામાં આવી
સુરતના આંગણે આંતરરાષ્ટ્રીય કક્ષાનું હાઈ પર્ફોર્મન્સ સેન્ટર બનાવવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના જવાબદાર અધિકારીઓએ મુલાકાત લીધી હતી. તેઓએ સુરતના ખજોદમાં સ્થળ મુલાકાત પણ કરી હતી. તેઓએ સ્થળનું નિરીક્ષણ કરી જમીન મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. ખજોદમાં હીરા બુર્સ નજીક હોવાથી મેટ્રોરેલની કનેક્ટિવિટી મળશે. જેથી કરીને પર્ફોર્મન્સ સેન્ટર સુધી પહોંચવામાં દરેકને સરળતા પડશે. આથી ખદોજની જગ્યાની પસંદગી કરવામાં આવી છે.