ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકન પ્રમખ જો બાઇડનના કાફલા સાથે અથડાઈ સ્પીડિંગ કાર

Text To Speech
  • યુએસ પ્રમુખ જો બાઇડનની સુરક્ષામાં મોટી ચૂક
  • દુર્ઘટનામાં પ્રમુખ અને તેમની પત્નીને કોઈ નુકસાન થયું નથી

વિલ્મિંગ્ટન, 18 ડિસેમ્બર : અમેરિકી પ્રમુખ જો બાઇડનની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો બન્યો છે. એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા અમેરિકી રાષ્ટ્રપતિના કાફલાની કાર સાથે એક અજાણી કાર અથડાઈ ગઈ હતી. જોકે, આ દુર્ઘટનામાં પ્રમુખ અને તેમની પત્ની જીલ બાઇડનને કોઈ નુકસાન થયું નથી. અકસ્માત બાદ તેમના સુરક્ષાકર્મીઓએ કાર ચાલક પર બંદૂક દેખાડી હતી. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.


અહેવાલો મુજબ, વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જો બાઇડન રાત્રે 8:07 કલાકે વિલ્મિંગ્ટન સ્થિત બાડેન-હેરિસ 2024 હેડક્વાર્ટરથી નીકળી ગયા હતા. તેઓ તેમની ચૂંટણી પ્રચાર ટીમ સાથે હતા. પ્રમુખ બાયડને પત્રકારના પ્રશ્નનો જવાબ આપ્યાના થોડા સમય પછી, ડેલાવેયર લાયસન્સ પ્લેટવાળા વાહને કેમ્પેન કાર્યાલયના પ્રવેશદ્વારની સામે કાફિલાની રક્ષા કરતી SUVને ટક્કર મારી હતી.

કાર ચાલકની કરવામાં આવી અટકાયત

અકસ્માત બાદ તરત જ પ્રમુખની સુરક્ષા માટે તૈનાત સિક્રેટ સર્વિસના એજન્ટો સક્રિય થઈ ગયા હતા અને તરત જ ચાર ડ્રાઈવરોની અટકાયત કરી હતી. આ સાથે ટક્કર મારનાર કાર પણ કબજે કરી હતી. આ સિવાય પ્રમુખની આસપાસ તાત્કાલિક એક સેફ સર્કલ બનાવવામાં આવ્યું હતું અને તેમને તેમની કારમાં લઈ જવામાં આવ્યા હતા, જેથી તેમને કોઈ પ્રકારનું નુકસાન ન થાય.

આ પણ જુઓ :‘જબ વી મેટ’ જેવો વાસ્તવિક સીન અમેરિકામાં બન્યો: મહિલા કેબ આંચકી લઈ એરપોર્ટ પહોંચી

Back to top button