તલાટીની પરીક્ષાને લઈને અમરેલી-જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દાડાવવામા આવશે
આગીમી 7 એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે આ પરીક્ષાને અમરેલી-જૂનાગઢ વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન દોડાવવા માટે નિર્ણય કર્યો છે. આ ટ્રેન ધારી સ્ટેશન પર પણ ઉભી રહેશે.
અમરેલી-જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
ગુજરાત પંચાયત સેવા સેલેક્શન બોર્ડ દ્વારા 7મી મે, 2023 (રવિવાર)ના રોજ લેવાનારી પરીક્ષા (તલાટી કમ મંત્રી) દરમિયાન ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા અમરેલી-જૂનાગઢ વચ્ચે માત્ર એક દિવસ માટે વિશેષ ભાડા પર પરીક્ષા વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ ટ્રેનના તમામ કોચ અનરિઝર્વ્ડ રહેશે.
ટ્રેનની વિગતવાર માહિતી
અમરેલી-જૂનાગઢ-અમરેલી (09529/09530) આ ટ્રેન અમરેલીથી સવારે 06.00 કલાકે ઉપડશે અને સવારે 09.00 કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં આ ટ્રેન જૂનાગઢથી 15.30 કલાકે ઉપડશે અને 18.50 કલાકે અમરેલી પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં અમરેલી પરા, ચલાલા, ધારી અને વિસાવદર સ્ટેશનો પર ઉભી રહેશે.
આ પણ વાંચો : તલાટીની પરીક્ષાના માત્ર બે દિવસ પહેલા કેન્દ્રને લઈને કરાયો ફેરફાર, ઉમેદવારો ખાસ વાંચો