ઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

GUJCOST દ્વારા વિશેષ આઉટરીચ પ્રોગ્રામનું કરવામાં આવ્યું આયોજન

ગાંધીનગર, 22 ફેબ્રુઆરી : યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) ની પહેલને અનુસરીને તેના મહત્વને ઓળખીને, “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ” વર્ષ 2000 થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે, ઉજવણીની થીમ હતી: “બહુભાષી શિક્ષણ એ આંતર-પેઢીના શિક્ષણનો આધારસ્તંભ છે.” જે ટકાઉ વિકાસ માટે ભાષાકીય વિવિધતાને અપનાવવાના મહત્ત્વ પર ભાર મૂકે છે.

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2024 ની સ્મૃતિમાં, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) 21મી ફેબ્રુઆરી, 2024 ના રોજ ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા (IITE) ના સહયોગથી એક વિશેષ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગાંધીનગરમાં IITEનું ઓડિટોરિયમમાં સવારે 10:30 વાગ્યાથી શરૂ થયો હતો. પ્રતિષ્ઠિત મહેમાનો અને વક્તાઓ આ પ્રસંગને અનુમોદન આપ્યું હતું, જેમાં ડો. કલ્પેશ પાઠક, IITE – ગાંધીનગરના કુલપતિએ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી, જેમણે શિક્ષકના જીવનમાં વિદ્યાર્થીને જ્ઞાન આપવા માટે માતૃભાષાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને ભાવિ શિક્ષક વિદ્યાર્થીઓને અન્ય ભાષાઓ સાથે માતૃભાષા પર પકડ રાખવા જણાવ્યું હતું.

ડૉ. પારુલ પટેલ, ભૂતપૂર્વ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC – ISRO) ખાતે રિસ્પોન્ડ પ્રોગ્રામના વડા જેમણે વ્યક્તિના જીવનમાં માતૃભાષાના મહત્વ અંગે અને વિજ્ઞાન અને માતૃભાષા વચ્ચેના સંબંધ પર પ્રકાશ પાડ્યો હતો.

આ કાર્યક્રમમાં GUJCOSTના સલાહકાર અને સભ્ય સચિવ ડૉ. નરોત્તમ સાહૂએ પ્રાદેશિક ભાષાઓમાં વિજ્ઞાન સંચારની તકો અને પડકારો પર પ્રકાશ પાડ્યો હતો અને પ્રાચીન તથા અદ્યતન ભાષાઓ વિશે રસપ્રદ માહિતી આપી હતી.  તેમજ, IITEના અસોસિએટ પ્રોફેસર ડૉ. દીપ ત્રિવેદીએ વિશ્વમાં અસ્તિત્વમાં રહેલી વિવિધ ભાષાઓ  અને તેમના મહત્ત્વ વિશે જાણકારી આપી હતી અને શિક્ષણના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત, GUJCOST ખાતે પ્રિન્સિપલ ડૉ. પૂનમ ભાર્ગવે  માતૃભાષા પ્રત્યેના આદરભાવ અને ગુજરાતી ભાષા અને બોલીમાં રહેલી મીઠાશ વિશે વાત કરી હતી.

શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટી વિભાગોના આશરે 120થી વધુ ભાવિ શિક્ષક બનનાર વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સાયન્સ કોમ્યુનિકેટર્સે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેઓએ તેમના જ્ઞાનને સમૃદ્ધ બનાવ્યું હતું અને માનવ સંચાર અને સાંસ્કૃતિક ઓળખમાં ભાષાના મહત્ત્વને સમજ્યું હતું. આ ઇવેન્ટ પાટણ, ભાવનગર, રાજકોટ અને ભુજના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો તેમજ રાજ્યભરના તમામ જિલ્લા સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રો પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : વિશ્વ માતૃભાષા દિવસઃ સફળતાનો પહેલો મંત્ર જ માતૃભાષા છે

Back to top button