સુરત : બાબા બાગેશ્વરને ભેટ આપવા માટે ઉદ્યોગપતિએ બનાવડાવી ખાસ ગદા, જાણો શું છે તેની ખાસિયત
બહુચર્ચિત એવા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ સુરતની મુલાકાત આવવાના છે. જેથી તેમના લાખોની સંખ્યામાં અનુયાયી તેમની એક ઝલક માટે સુરત સહિત મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્યપ્રદેશથી આવી રહ્યા છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉપહાર આપવા માટે સુરતના એક ઉદ્યોગપતિએ ખાસ ચાંદીની હનુમાનજીની ગદા બનાવડાવી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટમાં અપાશે ખાસ ગદા
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી દિવસમાં સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે . જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બાબા બાગેશ્વરને ભેટ આપવા માટે સુરતના ઉદ્યોગપતિ દ્વારા સુરતના જ્વેલર્સને ત્યાં ખાસ ગદા તૈયાર કરવામાં આવી છે. જેને આગામી 26- 27 ના દિવ્ય દરબાર માં પ્રદેશ અધ્યક્ષના હાથે બાબા બાગેશ્વરને અર્પણ કરવામા આવશે.
કાપડના ઉદ્યોગપતિ દ્વારા અપાશે ભેટ
સુરતના કાપડના ઉદ્યોગપતિ સાવરજી બુધિયા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉપહાર આપવા માટે ખાસ ચાંદીની ગદા તૈયાર કરવામાં આવી છે. આ ગદાને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ધીરેન્દ્ર શાસ્ત્રીને દરબારમાં ભેટ તરીકે આપશે.ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં દિવ્યા દરબારમાં હાજરી આપશે. સુરતની નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આશરે અઢી લાખ લોકો સામે કથા અને પ્રવચન આપશે. જેને લઇ તેમના ચાહકોમાં અને પ્રશંસકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગદાની ખાસિયતો
સુરતના કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા સાવરજી બુધીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રી માટે 1 કિલોથી પણ વધુ વજનદાર ચાંદીની ગદાનો ઓર્ડર સુરતના જાણીતા જ્વેલર્સ દીપક ચોકસીને આપ્યો હતો.આ ગદાનું વજન 1 કિલો 161 ગ્રામ છે. જેની કિંમત 1.25 લાખ રૂપિયા છે. આ ગદાને 5 કારીગરો દ્વારા 15 દિવસમાં તૈયાર કરવામાં આવી છે.તેમજ આ ગદા પર હાથ કળાનો નમૂનો પણ જોવા મળશે.
આ પણ વાંચો : કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી લંબાવી, ગરદન પકડીને ખેંચીને લઈ ગઈ પોલીસ