1 જુલાઇથી બની રહ્યો છે વિશેષ સંયોગઃ દેશમાં ધાર્મિક ઉન્માદની આશંકા
- 1 જુલાઇથી ગોચરમાં એક વિશેષ પ્રકારનો સંયોગ બની રહ્યો છે
- શનિનો શત્રુ મંગળ અગ્નિ તત્વ રાશિ સિંહમાં 1 જુલાઇથી પ્રવેશ કરશે
- આ સંજોગોમાં આ યોગ દેશ માટે શુભ નહી હોય
વૈદિત જ્યોતિષમાં શનિ, મંગળ અને રાહુને પાપ ગ્રહ કહેવાય છે અને ગુરુને ન્યાયપાલિકાનો કારક માનવામાં આવે છે. શનિ ભલે એક પાપ ગ્રહ કહેવાય પરંતુ તે ન્યાયનો દેવતા પણ છે. 1 જુલાઇથી ગોચરમાં એક વિશેષ પ્રકારનો સંયોગ બની રહ્યો છે, જે દાયકાઓ બાદ આવે છે. આ સમયે શનિ દેવ પોતાની મુળ ત્રિકોણ રાશિ કુંભમાં બળવાન થઇને વિરાજમાન છે, તે 17 જુનથી વક્રી પણ થઇ ગયો છે. બીજી બાજુ શનિનો શત્રુ મંગળ અગ્નિ તત્વ રાશિ સિંહમાં 1 જુલાઇથી પ્રવેશ કરશે. આ કારણે શનિ મંગળનો સમસપ્તક યોગ બને. સિંહ અને કુંભ રાશિ પણ શત્રુ રાશિ છે. આવા સંજોગોમાં આ યોગ દેશ માટે શુભ નહી હોય.
બની રહ્યો છે બીજો વિશેષ યોગ
એક બીજો વિશેષ યોગ ગુરુ – રાહુથી બને છે. આ સમય રાહુ ગુરુને પીડિત કરી રહ્યો છે અને શનિની મેષ રાશિ પર નીચની દ્રષ્ટિ છે. જ્યોતિષમાં ગુરુ અદાલતનો કારક છે તેથી આ સમયે સુપ્રીમ કોર્ટ કોઇ પણ એવા મુદ્દે પોતાનો ચુકાદો આપી શકે છે, જેના કારણે દેશની જનતા સીધી પ્રભાવિત થશે. રાહુ ધાર્મિક ઉન્માદનું કારક છે. આવા સંજોગોમાં જનતા કોઇ પણ મિસઅંડરસ્ટેન્ડિંગનો શિકાર થઇને કોઇ મોટી હિંસાને જન્મ આપી શકે છે.
1 જુલાઇથી 16 ઓગસ્ટનો સમય ખાસ
1 જુલાઇથી 16 ઓગસ્ટ સુધીનો આ સમય મંગળ અને રાહુ પર શનિની દ્રષ્ટિનો હશે, જેના કારણે ધાર્મિક ઉન્માદ ફેલાઇ શકે છે. દેશમાં વધારે વરસાદ પણ જોવા મળી શકે છે. મંગળ શનિનો આ સમસપ્તક યોગ પહાડો અને ભુસ્ખલન અને ભૂકંપના પણ યોગ બનાવશે.
આ પણ વાંચોઃ ઘરમાં બલ્બ ફ્યુઝ થાય તો તરત બદલો, નહીંતર આવી શકે છે નેગેટિવિટી