બાળકોને આઝાદીનું મહત્વ સમજાવીને નેતાજી સુભાષચંદ્ર બોઝ શાળા ક્રમાંક 159માં વિશેષ ઉજવણી
સુરત : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ઘરોથી લઈને જાહેર સ્થાનો સાથે સાથે શાળાના બાળકો દ્વારા પણ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની નેતાજી સુભાષચંદ્ર બોઝ મિશ્ર પ્રાથમિક શાળા નંબર 159 માં હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા અંતર્ગત સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતા.
આ દરમિયાન શાળામાં મુખ્ય મહેમાન તરીકે ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના મહિલા વિંગના ચેરપર્સન અને ન .પ્રા. શિ.સમિતિ ના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા રંજનાબેન પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. બાળકોને તિરંગા યાત્રા અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અવગત કરી પ્રોત્સાહિત કર્યા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષિકાબેન નીના દેસાઈ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમ ની આભાર વિધિ શાળાના આચાર્યા નર્મદાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી. જેની સાથે જ બાળકોએ આઝાદીના અમૃત મહોત્સવને યાદગાર બનાવ્યો છે.
આ પણ વાંચો : સ્વતંત્રતા પર્વની ભેટ:સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો