ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદની CBI કોર્ટે CGST આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીને વધુ બે દિવસના રિમાન્ડ આપ્યા

CGST આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરી વધુ બે દિવસના રિમાન્ડ પર છે. જેમાં તપાસમાં અનેક કંપનીમાં રોકાણ, બેનામી આર્થિક વ્યવહારો મળ્યા છે. તથા લોકરની ચાવી જપ્ત છતાં નવી ચાવીથી લોકરમાંથી દસ્તાવેજો કાઢી લીધાં છે. તેમજ કોર્ટે આરોપીને વધુ બે દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

લોકરમાં વાધાજનક દસ્તાવેજો અને કિંમતી વસ્તુઓ પડેલી

ગાંધીધામના સેન્ટ્રલ CGST જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીને અમદાવાદની ખાસ સીબીઆઈ કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો છે. સીબીઆઈ CGSTના આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરીના રિમાન્ડ દરમ્યાન વિદેશમાં ડોલરમાં રોકાણ કર્યાની એન્ટ્રીઓ મળી આવી છે. આ ઉપરાંત મહેશ ચૌધરીના ખાસ મિત્ર મુકેશ બ્હોરા અમદાવાદની એસબીઆઈ બેંક પ્રીમિયમ બેંકિંગ સેન્ટરમાં લોકર ધરાવતા હતા. આ લોકરની ચાવી ખોવાઈ ગયાનું કહીને લોકર મુકેશ બ્હોરા વાપરતો હતો. બેંકના સીસીટીવી ફુટેજની સીબીઆઈએ તપાસ કરતા માલૂમ પડયુ હતુ કે, બેંકના લોકરમાંથી મુકેશ બ્હોરા વાધાજનક દસ્તાવેજો અને કિંમતી વસ્તુઓ લઈ જતા અને લાવતો નજરે પડે છે. આટલુ જ નહીં હજુ પણ લોકરમાં વાધાજનક દસ્તાવેજો અને કિંમતી વસ્તુઓ પડેલી છે.

પરિવારના નામે કેટલીક સેલ કંપનીઓમાં કરોડોના વ્યવહારો મળ્યા

સીબીઆઈએ સીજીએસટીના અધિકારી મહેશ ચૌધરીની તપાસ દરમિયાન, પરિવારના તમામ સભ્યોના બેંક ખાતાના સ્ટેટમેન્ટ એકત્ર કરવામાં આવ્યા હતા અને તેની ચકાસણી કરતાં બહાર આવ્યુ છે કે, કરોડોના ઘણા મોટા વ્યવહારો એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં જણાઈ આવે છે,જેથી આ ખાતામાં ટ્રાન્સફ્ર કરાયેલા નાણાંના સ્ત્ર્રોતની માહિતી આરોપીને સાથે રાખીને કરવાની છે. કચ્છ કમિશનરેટ ગાંધીધામના રહેણાંક જગ્યાની તલાશી દરમિયાન હાથથી લખેલી કેટલીક ચિઠ્ઠીઓમાં કોડવર્ડથી રકમના વ્યવહારો મળી આવ્યા હતા, જેમાં અનેક કંપનીઓના નામ લખેલા હતા તેમના નિવેદનો લેવામાં આવ્યા છે. આરોપી રોકાણ સંબંધિત સંપૂર્ણ સત્યતા તપાસ કરી છે. આરોપીએ વિવિધ સેલ કંપનીઓ તેમના પરિવારના નામે બનાવીને મોટી રકમની હેરાફેરી કરી છે. આરોપી મહેશ ચૌધરી તેમના પરિવારના નામે કેટલીક સેલ કંપનીઓમાં કરોડોના વ્યવહારો મળ્યા છે જે બાબતે કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન કરવા માટે તેમની હાજરી જરૂરી છે.

આરોપીના ઘરેથી રૂ.42 લાખ રોકડા મળ્યા

આરોપીના ઘરે થી લોકરની ચાવી મળી આવી છે. જે લોકરની ચાવી ફ્લોરટન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.ના મુકેશ બ્હોરા અમદાવાદની એસીબીઆઈ પ્રીમીયમ બેંકીંગ સેન્ટરમાં આવેલ હતુ.જેની ચાવી ખોવાઈ ગયાનું બેંકને જણાવીને મુકેશ બ્હોરા વાપરતો હતો. ફ્લોરટન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.ના મુકેશ બ્હોરાના ઘરે અને ઓફિસમાં સીબીઆઈએ સર્ચ કરતા આરોપી મહેશ ચૌધરીના પરિવારના આર્થિક વ્યવહારો મળી આવ્યા છે. જે બાબતે સીજીએસટીના અધિકારી મહેશ ચૌધરી સીબીઆઈને ઉડાઉ જવાબો આપી રહ્યા છે. આરોપી મહેશ ચૌધરીએ ફ્લોરટન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.ના મુકેશ બ્હોરા સાથે જે મોબાઈલ ઉપરથી વાચચીત કરતો હતો તે કબજે કરવાનો છે. અપ્રમાણસર અસ્કયામતો સંબંધિત ગુનાહિત પુરાવા અને દસ્તાવેજો શંકાસ્પદમાં બીજી કેટલીક મિલકતો મળી આવી છે. આરોપીએ તેના પરિવારના સભ્યોની માલિકીની સ્થાવર મિલકતો અંગે તેના વાર્ષિક મિલકત રિટર્નમાં તેના વિભાગને જાણ કરી નથી. બિન-જાહેરાતના કારણો અને ભંડોળના સ્ત્ર્રોતની તપાસ કરવી પડશે, ધરપકડ કરાયેલા આરોપીઓની અંગત જાણકારીમાં કઇ હકીકતો છે. આરોપીના ઘરેથી મળી આવેલા રૂ.42 લાખ રોકડા, સોના-ચાંદીના દાગીઓ, વિદેશ ચલણી નોટો, કિંમતી ઘડિયાળો મળી આવી હતી તે બાબતે આરોપી પાસેથી માહિતી મેળવવાની છે. ત્યારબાદ કોર્ટે આરોપીને વધુ બે દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

Back to top button