મહાશિવરાત્રીના પાવન પર્વને લઈ રેલવે વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું
શિવરાત્રીના મેળામાં લોકો સરળતાથી જુનાગઢ પહોંચી શકે તે માટે રેલવે એ વિશેષ આયોજન કર્યું છે. જેમાં રાજકોટથી સવારે 10.40 એ ટ્રેન ઉપડશે તથા 12.40એ જુનાગઢ પહોંચશે. તેમજ જુનાગઢથી રાજકોટ માટે બપોરે 3.30 કલાકે ટ્રેન ઉપડશે. તથા અન્ય ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં આરોપીનાં મોતનો આંકડો જાણી રહેશો દંગ
રાજકોટથી જુનાગઢ જવું સરળ બનાવવા માટે ખાસ આયોજન
મહાશિવરાત્રીના પાવન પર્વને લઈ રેલવે વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શિવરાત્રીના મેળામાં ભવનાથના દર્શન કરવા માટે રાજકોટથી જુનાગઢ જવું સરળ બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: વડોદરામાં 100 કરોડની સરકારી જમીન પચાવનારા ભૂ-માફિયા પર તવાઇ
અન્ય ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે
રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આજે 15 ફેબ્રુઆરીથી આગામી 21 ફેબ્રુઆરી સુધી રાજકોટ અને જુનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ ટ્રેન રાજકોટથી સવારે 10.40 એ ઉપડશે અને 12.40 એ જુનાગઢ પહોંચશે. તો સાથે સાથે જુનાગઢથી રાજકોટ આવવા માટે બપોરે 3.30 કલાકે ટ્રેન ઉપડશે. તો સાથે સાથે, અન્ય ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે. જેમાં, સોમનાથ – અમદાવાદ – સોમનાથ ટ્રેન, વેરાવળ – રાજકોટ – વેરાવળ ટ્રેન અને પોરબંદર – સોમનાથ – પોરબંદર અને રાજકોટ – સોમનાથ ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.