ટ્રેન્ડિંગધર્મ

દક્ષિણ મુખી ઘર પણ હોઇ શકે છે શુભઃ આ વાસ્તુ ટિપ્સ બદલી શકે છે ભાગ્ય

Text To Speech
  • ક્યારેક ઘરનું વાતાવરણ નકારાત્મક લાગતુ હોય તો વાસ્તુ દોષ હોઇ શકે
  • દક્ષિણ મુખી ઘરને સામાન્ય રીતે લોકો અશુભ માને છે
  • ઘર વાસ્તુ મુજબ બનાવવામાં આવે તો તે પણ શુભ બની શકે છે

ઘણી વખત નવા ઘરમાં પણ શુભ અનુભવ થતો નથી. ઘરનું વાતાવરણ પણ નકારાત્મક લાગે છે. આપણા જ ઘરમાં મન લાગતુ નથી અને બેચેની થાય છે. જો તમને આવુ ફીલ થતુ હોય તો વાસ્તુદોષ અથવા તો ઘરમાં જે પહેલા રહેતા હતા તેની ઉર્જાના કારણે થાય છે. દક્ષિણ મુખી ઘરને સામાન્ય રીતે લોકો અશુભ માને છે, પરંતુ એવુ હોતુ નથી. જો આ ઘર વાસ્તુ મુજબ બનાવવામાં આવે તો તે પણ શુભ બની શકે છે.

દક્ષિણ મુખી ઘર પણ હોઇ શકે છે શુભઃ આ વાસ્તુ ટિપ્સ બદલી શકે છે ભાગ્ય hum dekhenge news

આટલી બાબતોનું ધ્યાન રાખીને ઘરને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બનાવો

  • દક્ષિણ દિશાની દિવાલ સૌથી ઉંચી હોવી જોઇએ. આ દિશામાં દિવાલો ન હોવી જોઇએ અથવા તો ઓછી હોવી જોઇએ. તેનાથી તે ઘરમાં રહેતા લોકો સ્વસ્થ અને સુખી રહે છે
  • આ દિશામાં ઉમરો બનાવવો શુભ માનવામાં આવે છે.
  • દક્ષિણ મુખી દ્વાર પર હનુમાનજીનું ચિત્ર લગાવવુ શુભ માનવામાં આવે છે.
  • આ દિશામાં બોરિંગ, સેપ્ટિક ટેન્ક અને કોઇ ખાડો ન હોવો જોઇએ.
  • આ દિશામાં બ્લ્યુ કે બ્લેક કલરનો પ્રયોગ ન કરવો જોઇએ. લાલ કે ક્રીમ કલર સારો કહેવાય છે.
  • ઘરની ટોચ માટે એક ઉપયોગી વાસ્તુ એ છે કે દક્ષિણ અને પશ્ચિમની દિવાલો પૂર્વ અથવા ઉત્તર દિશામાં દિવાલો કરતાં વધુ જાડી હોવી જોઈએ. આની ખાતરી કરવાથી તમારા ઘરમાંથી વાસ્તુ દોષ દૂર થશે.
  • તમે ઘરમાં બ્રહ્મ સ્થાનમાં એક કાચ અથવા માટીની ખુલ્લી કટોરીમાં સમુદ્રી નમક ભરીને આખી રાત રાખી દો અને આગલા દિવસે તેને પાણીમાં પ્રવાહિત કરી દો. આમ ત્રણ દિવસ સુધી કરો. ધ્યાન રાખો આ મીઠાને કોઇ વ્યક્તિ ક્રોસ ન કરે અથવા તે મીઠું ક્યાંય પડે નહીં.
  • ઘરમાં દક્ષિણ-પશ્વિમ ખુણામાં એક ફટકડી કે કપુરનો ટુકડો રાખી દો અને દરેક અઠવાડિયે તે બદલતા રહો
  • દક્ષિણ તરફના ઘર માટે, ઘરની સામે કોઈપણ ટાંકી અથવા બોરવેલ રાખવાનું ટાળવું શ્રેષ્ઠ છે. તમારા પાણી, સંગ્રહ અને સેપ્ટિક ટાંકી માટે શ્રેષ્ઠ સ્થાન નક્કી કરવા માટે તમારે વાસ્તુશાસ્ત્ર નિષ્ણાતની મદદ લેવી જોઈએ.

આ પણ વાંચોઃ રામ મંદિર: ટૂંક જ સમયમાં કરી શકશો ભગવાન રામના દર્શન; જૂઓ પ્રાણપ્રતિષ્ઠા સહિતની સંપૂર્ણ ટાઈમલાઈન

Back to top button