ટ્રેન્ડિંગનેશનલ

“ફેણ ધોઈને” વિકાસ દુબેની પાછળ પડ્યો સાપ, સાતમી વખત માર્યો ડંખ

  • યુપીના ફતેહપુરમાં એક સાપ ફેણ ધોઈને એક યુવકની પાછળ પડ્યો છે. યુવક જ્યાં પણ જાય છે ત્યાં સાપ તેની પાછળ – પાછળ જાય છે અને પછી તેને ડંખ મારે છે. અત્યાર સુધીમાં 40 દિવસમાં સાપે યુવકને સાત વખત ડંખ માર્યો છે

ઉત્તર પ્રદેશ, 12 જુલાઈ: તમે ફિલ્મો અને વાર્તાઓમાં એક જ વ્યક્તિનો પીછો કરતા સાપની વાતો સાંભળી હશે, પરંતુ યુપીના ફતેહપુર જિલ્લામાં એક કિસ્સો સાચો સાબિત થયો છે. અહીં રહેતા એક યુવકને અનેકવાર સાપે ડંખ માર્યો છે. યુવક જ્યાં પણ જાય છે ત્યાં સાપ ફેણ ધોઈને તેની પાછળ જાય છે અને પછી તેને ડંખ મારે છે. 40 દિવસમાં સાપે યુવકને સાત વખત ડંખ માર્યો છે. યુવકને અગાઉ પણ સાપે છ વખત ડંખ માર્યો હતો. જ્યારે સાતમી વખત યુવકને ફરીથી સાપે ડંખ માર્યો ત્યારે યુવકના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટર તેની સારવાર કરી રહ્યા છે. યુવકે તેના પરિવારને જણાવ્યું કે તેને એક સપનું આવ્યું જેમાં એક સાપ આવ્યો અને તેને કહ્યું કે તેને કેટલીવાર સાપ ડંખ મારશે અને ક્યારે તેનું મૃત્યુ થશે. ત્યારથી યુવક અને તેનો પરિવાર સંપૂર્ણપણે ડરી ગયો છે.

સાપથી બચવા વિકાસ માસીના ઘરે સંતાયો તો ત્યાં પણ ના છોડ્યો

ફતેહપુર જિલ્લાના માલવા પોલીસ સ્ટેશન વિસ્તારના સૌરા ગામના રહેવાસી વિકાસ દુબેને ફરી એકવાર સાપે ડંખ માર્યો છે. સાપ વિકાસ દુબેને એટલી હદે ફોલો કરી રહ્યો છે કે તે જ્યાં જાય છે ત્યાં સાપ તેને ડંખ મારવા પહોંચી જાય છે. અગાઉ, વિકાસ દુબે સાપના હુમલાથી બચવા માટે તેની માસીના ઘરે જઈને સંતાયો હતો, પરંતુ સાપ ત્યાં પણ પહોંચી ગયો હતો અને વિકાસ દુબેને ડંખ્યો હતો. સાપે વિકાસ દુબે અને તેના પરિવારનું જીવવું હરામ કરી નાખ્યું છે. વિકાસ દુબેને અત્યાર સુધીમાં સાત વખત સાપે ડંખ માર્યો છે. વિકાસ દુબેના પરિવારજનોએ જણાવ્યું કે સાપ મોટાભાગે શનિવાર અને રવિવારે કરડવા માટે આવે છે. જો કે સાતમી વખત વિકાસ દુબેને ગુરુવારે રાત્રે જ સાપે ડંખ માર્યો હતો. વિકાસ દુબે અને સાપની કહાની સાંભળીને દરેકને આશ્ચર્ય થાય છે.

આ પણ વાંચો: એક શખ્સને મહિનામાં પાંચ વખત સાપે ડંખ માર્યો, માસીના ઘરે સંતાયો તો ત્યાં પણ ડંખ્યો

વિકાસને જો સાપ નવમી વખત ડંખ મારશે તો થશે મૃત્યુ

એક જ સાપે વારંવાર ડંખ મારતા દર્દીને હોસ્પિટલ લઈ જતો જોઈને ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા છે. જો કે, વિકાસ દુબેને ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમને ડૉક્ટર જવાહરલાલ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. સાપના હુમલાથી વિકાસ દુબે અને તેનો આખો પરિવાર ગભરાટમાં છે. ડરના કારણે વિકાસ દુબે કે તેના પરિવારના સભ્યો સૂઈ શકતા નથી. વિકાસ દુબેના પરિવારજનોએ જણાવ્યું કે વિકાસને એક સપનું આવ્યું હતુ અને સપનામાં તેને જે સાપ ડંખતો હતો તે જ આવ્યો હતો અને સ્વપ્નમાં સાપે કહ્યું કે તે વધુ બે વાર કરડશે. જો વિકાસ દુબે આઠમી વખત સાપ કરડશે તો તેને કંઈ નહીં થાય, પરંતુ જો સાપ નવમી વખત પણ ડંખ મારશે તો વિકાસ દુબેનું મૃત્યુ પામશે.

પરિવારમાં ડરનો માહોલ

વિકાસ દુબેને આવેલું સપનું પણ હાલ પરિવારને ડરાવી રહ્યું છે. પરંતુ પરિવાર પણ આ ફેણ ધોઈને વિકાસની પાછળ પડેલા સાપનું કંઈ કરી શકતો નથી. હાલમાં વિકાસની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: ડૉક્ટરોની કમાલ: દર્દીને બેભાન કર્યા વગર કરી ઓપન હાર્ટ સર્જરી, દર્દી સાંભળતા રહ્યા હનુમાન ચાલીસા

Back to top button