ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં AMCના પ્રોપર્ટી પર ટેક્સમાં સેટિંગ કરતા દુકાનદાર ભરાયો

  • બોપલમાં બે મોલમાં પ્રોફેશનલ ટેક્સ નહીં ભરનાર 880 દુકાનોને નોટિસ અપાઇ
  • વધુ ફરિયાદો આવશે તે ઝોનના અધિકારીને શો-કોઝ નોટિસ આપીને ખુલાસો મગાશે
  • ટેક્સની ફરિયાદો માટે વોટ્સઅપ પછી હવે ટોલ ફરી નંબર જાહેર કરાશે

અમદાવાદમાં AMCના પ્રોપર્ટી પર ટેક્સમાં સેટિંગ કરતા દુકાનદાર ભરાયો છે. જેમાં બોપલમાં ભાડાની દુકાનમાં સેલ્ફ લખી ટેક્સ ચોરી કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. બીયુ વગરની પ્રોપર્ટી પર ટેક્સ વસૂલાય તે માટે પ્રત્યેક ઝોનમાં સેલ ઊભો કરાશે. તેમજ વેપારી સામે પગલાં ન ભરનાર મ્યુનિ. અધિકારીને પણ શો-કોઝ નોટિસ ફટકારાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વીજળી વપરાશકારોની દરેક કેટેગરીમાં દેશમાં સૌથી વધુ વિદ્યુત શુલ્ક 

ટેક્સ બિલમાં સેલ્ફ લખાવીને ટેક્સ ચોરી કરી

મ્યુનિ. ટેક્સ વિભાગ દ્વારા બોપલમાં બે મોલમાં પ્રોફેશનલ ટેક્સ નહીં ભરનાર 880 દુકાનોને નોટિસ અપાઇ છે. ઉપરાંત બે મોલમાં મોટાભાગની દુકાનો ભાડે હોવા છતાં ટેક્સ બિલમાં સેલ્ફ લખાવીને ટેક્સ ચોરી કરવાના ગુનામાં પણ દુકાનમાલિકો સામે કાર્યવાહી કરાઇ છે. એટલું જ નહીં. આ બાબતે અત્યાર સુધી પગલાં નહીં ભરનાર મ્યુનિ.અધિકારીને પણ શો-કોઝ નોટિસ આપવાનો નિર્ણય કરાયો છે. બીયુ વગરની પ્રોપર્ટી પર ટેક્સની વસૂલાત કરવા માટે પ્રત્યેક ઝોનમાં સેલ ઊભો કરવાનો રેવન્યૂ કમિટીની બેઠકમાં નક્કી કરાયું છે. મ્યુનિ.રેવન્યૂ કમિટીની ગુરુવારે બેઠક મળી હતી. બેઠકમાં ટેક્સની આવકના આંકડા રજૂ કરાયા હતાં. આ સિવાય પ્રોફેશનલ ટેક્સ નહીં ભરનારા બોપલના બે મોલ ટીઆરપી મોલમાં 700 અને પેલેડિયમ મોલમાં 180 દુકાનોને નોટિસ આપ્યાના આંકડા સાથે રજૂ કરાયેલી વિગતમાં જણાવાયું હતું કે, મોલમાં મોટાભાગની દુકાનો ભાડે છે. આમ છતાં ટેક્સ બિલમાં સેલ્ફ લખાતું હતું. જેની સામે અત્યાર સુધી કાર્યવાહી નહીં કરનાર સંબંધિત મ્યુનિ.ના ડીવાયટીસીને શો-કોઝ નોટિસ આપવા કમિટીએ સૂચના આપી છે. નોટીસનો જવાબ આવ્યા પછી અધિકારી સામે પગલાં ભરવાનો કમિટી નિર્ણય કરશે.

આ પણ વાંચો: ગુજરાતમાં PMJAYના બાકી નાણાં મુદ્દે બેઠક નિષ્ફળ, ખાનગી હોસ્પિટલોએ સારવાર બંધ રાખવાનું એલાન આપ્યું

ટેક્સની ફરિયાદો માટે વોટ્સઅપ પછી હવે ટોલ ફરી નંબર જાહેર કરાશે

મ્યુનિ.ટેક્સ વિભાગ દ્વારા નવા ચેરમેનની અધ્યક્ષતામાં ટેક્સની ફરિયાદો મગાવવા માટે અવનવા પ્રયાસો કરાય છે, પરંતુ કોઇ નક્કર કાર્યવાહી કરાતી નથી. અગાઉ ફરિયાદો અને વાંધા માટે વોટ્સઅપ નંબર જાહેર કરાયો હતો. હવે ટોલ ફરી નંબર જાહેર કરાશે. ટોલ ફરી નંબર પર જે ઝોનમાંથી વધુ ફરિયાદો આવશે તે ઝોનના અધિકારીને શો-કોઝ નોટિસ આપીને ખુલાસો મગાશે અને તેના આધારે કાર્યવાહી કરવાનો કમિટીની બેઠકમાં નિર્ણય કરાયો છે.

Back to top button