ગુજરાતમાં કરોડો રૂપિયાના સોપારી કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો
- સિન્ડીકેટથી સોપારીની દાણચોરી કરવામાં આવતા હોવાનું ખુલાસો થયો
- મુંબઈના અસલમ શેખની પુછપરછ કરતા ગાંધીગ્રામના ભરત મહેશ્વરીનું નામ ખુલ્યુ
- કેટલાક આયાતકારો માલના વર્ણનમાં ખોટી રીતે જાહેર કરીને ગેરકાયદેસર દાણચોરી કરે છે
ગુજરાતમાં કરોડો રૂપિયાના સોપારી કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં મુન્દ્રા પોર્ટ કાંડમાં સિન્ડિકેટથી સોપારીની દાણચોરી કરાતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભળતા જ નામે કરોડોની સોપારીનો જથ્થો ઘુસાડી દેવાનો કારસો રચાયો હતો. આ કૌભાંડમાં બેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને નિવેદન બાદ સાબરમતી જેલમાં મોકલાયા હતા.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરને આપશે કરોડોની ભેટ, જાણો સમગ્ર કાર્યક્રમ
સિન્ડીકેટથી સોપારીની દાણચોરી કરવામાં આવતા હોવાનું ખુલાસો થયો
ડીઆરઆઈએ 81.85 એમટી સોપારીનો જથ્થા મામલે મુંબઈના અસલમ શેખ મેહબુબ શેખ અને ગ્રાધીધામના ભરત મુળજીભાઈ મહેશ્વરી ધરપકડ કરી કસ્ટમ એકટ મુજબ નિવેદન લઈને સાબરમતી જેલમાં મોકલી આપ્યા છે. ડીઆરઆઈએ પકડેલા બે શખ્સની તપાસમાં હજુ કરોડો રૂપિયાનો સોપારીનો જથ્થો છુપાવ્યો અને સિન્ડીકેટથી સોપારીની દાણચોરી કરવામાં આવતા હોવાનું ખુલાસો થયો છે. દાણચોરો દ્વારા સોપારીના જથ્થાને પીપી ગ્રેન્યુઅલ્સ અને પીઇ એગ્લોમેરેશન તરીકે જાહેર કરીને દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં આંખો આવવાના કેસ મામલે રાહતના સમાચાર
કેટલાક આયાતકારો માલના વર્ણનમાં ખોટી રીતે જાહેર કરીને સોપારીની ગેરકાયદેસર દાણચોરી કરી
ડીઆરઆઈને ખાનગી માહીતી મળી હતી કે, કેટલાક આયાતકારો માલના વર્ણનમાં ખોટી રીતે જાહેર કરીને સોપારીની ગેરકાયદેસર દાણચોરી કરી રહ્યા છે. આ સોપારીનો જથ્થો યુએઈના જેબેલ અલી, પોર્ટથી કન્ટેનરમાં મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યો હતો અને ગાંધીધામના કાસેઝમાં એકમો માટે મંગાવવામાં આવ્યો હતો. જેના પગલે અમદાવાદ ઝોનલ યુનિટના ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા ‘પી.પી. ગ્રેન્યુઅલ્સ’ અને પીઈ એગ્લોમરેશન તરીકે જાહેર કરાયેલા ત્રણ આયાતી કન્સાઇન્મેન્ટની તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદના આ વિસ્તારોમાં ડેન્ગ્યૂના કેસમાં ચિંતાજનક વધારો થયો
મુંબઈના અસલમ શેખની અટકાયત કરીને પુછપરછ કરતા ગાંધીગ્રામના ભરત મહેશ્વરીનું નામ ખુલ્યુ
તપાસ કરતાં, ઉપરોક્ત કન્ટેનરોમાં ખોટી રીતે જાહેર કરવામાં આવેલ સોપારીની 81.85 મેટ્રિક ટન, જેની ટેરિફ્ વેલ્યુ રૂ. 7.1 કરોડ છે તે ડીઆરઆઈ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. જેમાં મુંબઈના અસલમ શેખની અટકાયત કરીને પુછપરછ કરતા ગાંધીગ્રામના ભરત મહેશ્વરીનું નામ ખુલ્યુ હતુ.જેના આધારે ભરત મહેશ્વરીની અટકાયત કરી હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે, સોપારીની આયાત સ્થાનિક ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે ઊંચા ટેરિફ્ મૂલ્ય અને ડયુટી માળખાને 110% જેટલું ઊંચું આકર્ષિત કરે છે. તેનાથી બચવા માટે અનૈતિક આયાતકારોએ સોપારીની આયાત કરવા માટે સેઝનો રસ્તો અપનાવ્યો હતો અને તેને ખોટી રીતે જાહેર કર્યો છે.