- પત્રિકાયુદ્ધમાં પ્રચાર-પ્રસાર અંગે પેનડ્રાઈવનો મોટો ઉપયોગ થયો
- જિલ્લામાં કેટલાક અસંતુષ્ટ આગેવાનોએ મહત્વની ભૂમિકા ભજવી
- પત્રિકા અને પેનડ્રાઈવના 150 જેટલા કવરો ભરૂચ જિલ્લામાંથી પસાર થયા
ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બદનામ કરવાના ષડયંત્રમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ભાજપ ગુજરાત એકમને હચમચાવનાર પત્રિકાયુદ્ધનું એપી સેન્ટર ભરૂચ જણાયું છે. તેમાં ભરૂચના કેટલાક ભાજપાના આગેવાનો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં જાણો શું કરાઇ વરસાદની આગાહી
પત્રિકાયુદ્ધમાં પ્રચાર-પ્રસાર અંગે પેનડ્રાઈવનો મોટો ઉપયોગ
પત્રિકાયુદ્ધમાં પ્રચાર-પ્રસાર અંગે પેનડ્રાઈવનો મોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. જિલ્લામાં કેટલાક અસંતુષ્ટ આગેવાનોએ મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બદનામ કરવાના ઈરાદે પત્રિકા યુદ્ધ ચાલ્યુ હતુ જે અંગે હાલમાં એક પછી એક નવા નવા ખુલાસા થતા ભારતીય જનતા પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. એવુ પણ ચર્ચાય રહ્યુ છે કે, આ પત્રિકાયુદ્ધમાં ભરૂચ જિલ્લામાં કેટલાક અસંતુષ્ટ આગેવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ બાબત સામે આવતા હવે જયારે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વરણી કરવાની તેમજ ભરૂચ નગરપાલિકાના પ્રમુખની પણ વરણી કરવાની છે ત્યારે આ બંન્ને નવી વરણીમાં પણ પત્રિકાયુદ્ધના છાંટા ઉડે તેવી સંભાવના છે.
આ પણ વાંચો: PM મોદીની ડિગ્રી મુદ્દે કેજરીવાલ સામે માનહાનિ કેસની અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવાણી
પત્રિકા અને પેનડ્રાઈવના 150 જેટલા કવરો ભરૂચ જિલ્લામાંથી પણ પસાર થયા
પત્રિકાયુદ્ધમાં પ્રચાર-પ્રસાર અંગે પેનડ્રાઈવનો ખુબ મોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવુ પણ કહેવાય રહ્યુ છે કે, ભરૂચ જિલ્લાના કેટલાક નારાજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ પત્રિકાયુદ્ધમાં સામેલ હતા. એટલુ જ નહી પરંતુ પત્રિકા અને પેનડ્રાઈવના 150 જેટલા કવરો ભરૂચ જિલ્લામાંથી પણ પસાર થયા હતા. ભરૂચ જિલ્લામાં પત્રિકાયુદ્ધમાં સીધી કે આડકતરી રીતે કયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામેલ છે તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એમ પણ કહેવાય છે કે, પત્રિકા કાંડના કહેવાતા મુખ્ય ભૂમિકા ભજવનાર પૂર્વમંત્રીના નજીકના રહેલા ભરૂચ જિલ્લાના ભાજપાના આગેવાનો પણ આ તમામ સ્કેન્ડલમાં સામેલ હોવાનું જણાય રહ્યુ છે. કોણ સામેલ છે અને કોણ નથી તે અંગેની યાદી સાબિતી સહિત ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કચેરી સુધી પહોંચી ગઈ હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.