ગુજરાતમાં 7 લોકોનો ભોગ લેનાર નશીલી સિરપકાંડ મામલે થયો ચોંકાવનારો ખુલાસો
- લઠ્ઠાકાંડના આરોપી યોગેશ સિંધીના રિમાન્ડમાં ઘટસ્ફોટ થયો
- કેમિકલ કેટલી માત્રમાં ઉપયોગ કરતો હતો તે અંગેની તપાસ ચાલી રહી છે
- મુંબઇથી અંદાજે 10 થી 15 હજાર લીટર જેટલું કેમિકલ લાવ્યો હતો
ગુજરાતમાં 7 લોકોનો ભોગ લેનાર નશીલી સિરપકાંડ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં સિરપનો નશો વધારવા માટે 15 હજાર લિટર કેમિકલ મુંબઈથી મંગાવ્યું હતું. તેમાં બિલોદરા લઠ્ઠાકાંડના આરોપી યોગેશ સિંધીના રિમાન્ડમાં ઘટસ્ફોટ થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કચ્છ સાથે 4 રાજ્યોમાં એક સાથે ભૂકંપ અનુભવાયો
કેમિકલ કેટલી માત્રમાં ઉપયોગ કરતો હતો તે અંગેની તપાસ ચાલી રહી છે
તૈયાર મળતી આયુર્વેદિક સિરપમાં કેમિકલ મેળવવાનો બેરોકટોક ધંધો ચાલતો હતો. નકલી સિરપને લઇને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નડિયાદના બિલોદરામાં થયેલા કથિત લઠ્ઠાકાંડમાં સાત વ્યકિતના મોત થવાથી જિલ્લા સહિત રાજયમાં ભારે હાહાકાર મચી ગયો છે. આ કેસમાં કુલ છ આરોપીઓ પકડયા છે. તમામ આરોપીઓને તા. 14 સુધીના પોલીસ રિમાન્ડ ઉપર છે. જેમાં ત્રણ આરોપીઓ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં, બે આરોપીઓ એસઓજી કચેરીમાં અને એક આરોપીની જિલ્લા એલસીબી કચેરીમાં પૂછપરછ ચાલી રહી છે. યોગેશ સિંધીએ છેલ્લા એક વર્ષમાં મુંબઇથી અંદાજે 10 થી 15 હજાર લીટર જેટલું કેમિકલ લાવીને નશીલી સિરપમાં ભેળસેળ કરી હતી. નશીલી સિરપ બનાવવા માટે આ કેમિકલ કેટલી માત્રમાં ઉપયોગ કરતો હતો તે અંગેની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતના 3 સરકારી બાબુઓ પાસે અપ્રમાણસર મિલકતો હોવાથી તપાસ શરૂ
નશીલી સિરપ પીવાથી સાત વ્યકિતઓએ જીવ ગુમાવ્યા
નડિયાદના બિલોદરા કથિત લઠ્ઠાવાળી નશીલી સિરપ પીવાથી સાત વ્યકિતઓએ જીવ ગુમાવ્યા હતા. નકલી સિરપને લઇને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં સ્પેશ્યિલ ટીમ દ્વારા વિવિધ સ્થળોએથી કુલ છ આરોપીઓની ધરપકડ કરીને તા. 14 મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આ તમામ આરોપીઓને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં રાખીને રિમાન્ડ અંગે પુછપરછ હાથ ધરાઇ છે. જેમાં આરોપી યોગેશ સિંધી , કિશોર સોઢા , ઇશ્વર સોઢાને નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં , આરોપી નિતિન ઉર્ફે રિકી અજીતભાઇ કોટવાણી,ભાવેશ સેવકાણીને એસઓજી ઓફિસમાં અને આરોપી તૌફિક હાસીમભાઇ મુકાદમને નડિયાદ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ ઓફિસમાં પુછપરછ કરાઇ રહી છે.