વિશેષ

સર્વેમાં ચોંકવાનારો ખુલાસો : દુનિયાની 52% વસ્તી માથાના દુખાવાનો શિકાર

માથાનો દુખાવો એ એક મોટી સમસ્યા નથી છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેક તો આ સમસ્યા આવી જ છે. દુનિયામાં ઘણાં લોકો એવા પણ છે કે, જેને દરરોજ માથાનો દુખાવો થતો હોઈ છે. સંશોધકોનું કહેવું છે કે, દુનિયાની 52% વસ્તી કોઈ ને કોઈ પ્રકારે માથાના દુખાવાનો શિકાર બને છે. તેમાં માઈગ્રેન, સામાન્ય માથાનો દુખાવો, ચિંતાના કારણે થતો માથાનો દુખાવો વગેરે સમસ્યાઓ સામેલ છે. નોર્વેજિયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ આ દર્દીઓના ડેટાને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. આ સંશોધન માટે અગાઉ થયેલ સંશોધનોનો અભ્યાસ પણ કર્યો હતો . જેમાં માથાના દુખાવા સાથે જોડાયેલ માહિતી હતી.

માથાના દુ:ખાવાના કારણે 26% લોકો પીડિત
આ સંશોધનોમાં જણાવા મળ્યું કે, વિશ્વમાં 14% લોકો માઈગ્રેનનાં દર્દીઓ છે. જો કે, 26% લોકોનું જીવન ચિંતાથી એટલું ભરપૂર છે કે, સામાન્ય માથાનો દુ:ખાવો તેમના માટે જીવલેણ બની ગયો છે. સંશોધન મુજબ વિશ્વમાં દરરોજ 15.8% લોકો માથાના દુ:ખાવાથી પીડાય છે.

મહિલાઓમાં માથાના દુ:ખાવાની સમસ્યા સૌથી વધુ
સંશોધન મુજબ પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં માથાના દુ:ખાવાનું પ્રમાણ સૌથી વધુ છે. માઈગ્રેનની વાત કરીએ તો, વિશ્વની 17% મહિલાઓ તેનાથી પીડાય છે તો તેની સરખામણીમાં 8.5% પુરુષો તેનો શિકાર બન્યા છે. અંદાજિત 6% મહિલાઓને માથાનો દુખાવો 15 દિવસ કે તેથી વધુ સમય માટે રહે છે જ્યારે પુરુષોમાં આ પ્રમાણ 2.9% જેટલું જ છે.

માઈગ્રેન વધવા પાછળ અનેક કારણો જવાબદાર
દર વર્ષે માઈગ્રેનની સમસ્યા વધતી રહી છે. માઈગ્રેન થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. તેમાં માનસિકથી લઈને શારીરિક, પર્યાવરણીય, વર્તણૂક અને મનોવૈજ્ઞાનિક કારણોનો સમાવેશ થાય છે. સાથે, ટેકનોલોજીનો વિકાસ પણ આ સમસ્યાના નિવારણમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આજે વધુને વધુ લોકો ટેક્નોલોજીની મદદથી ડૉકટરો પાસે તેમની સમસ્યાઓ વ્યક્ત કરી રહ્યા છે અને આરોગ્ય નિષ્ણાતો પણ નવી ટેકનોલોજી દ્વારા દર્દીઓની સારવાર કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનોમાં જણાવ્યું હતું કે, વિશ્વમાં 14% લોકો માઈગ્રેનનાં દર્દીઓ છે. જો કે, 26% લોકોનું જીવન ચિંતાથી એટલું ભરેલું છે કે, સામાન્ય માથાનો દુ:ખાવો તેમના માટે જીવલેણ બની ગયો છે. સંશોધન મુજબ વિશ્વમાં દરરોજ 15.8% લોકો માથાના દુ:ખાવાથી પિડાય રહ્યા છે.

આ પણ વાંચો: ડાયાબિટીસમાં બનાવો સુગર ફ્રી ‘રાગીની બરફી’, હવે કોઈ પણ ચિંતા વગર મીઠાઇ ખાઈ શકો છો.

Back to top button