ગુજરાતટોપ ન્યૂઝ

ઓખાના મધદરિયેથી પકડાયેલા 61 કિલો ડ્રગ્સ મામલે થયો ચોંકાવનારો ખુલાસો

ઓખાના મધદરિયેથી પકડાયેલા 61 કિલો ડ્રગ્સ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં પાકિસ્તાનના પશની બંદરેથી ડ્રગ્સ બોટમાં ભર્યાની પાંચેય ઈરાનીની કબૂલાત છે. તેમાં ઇરાનના ડ્રગ્સ માફિયા ગુલામ બચોલીએ ભારતમાં ઘૂસાડવા ડ્રગ્સનો જથ્થો બોટમાં મોકલ્યો હતો. તેમાં પાકિસ્તાનના પશની બંદરથી બોટમાં 59 પેકેટમાં કુલ 61 કિલો ડ્રગ્સ ભરીને મોકલ્યુ હતુ.

આ પણ વાંચો: અમદાવાદમાં વાઇરલ ઈન્ફેક્શન ફેલાયું, આ હોસ્પિટલમાં 15 દિવસમાં 2,500થી વધુ દર્દી આવ્યા 

37 ભારતીય મળીને કુલ 94 લોકોની ધરપકડ કરવામાં આવી

ઓખાથી 340 કિલોમીટર દૂર સોમવારે મોડી રાત્રે પાંચ ઇરાની પાસેથી રૂ. 427 કરોડનું 61 કિલો ડ્રગ્સ પકડયા મામલે એટીએસની ટીમે તપાસ કરતા સામે આવ્યુ કે, પાકિસ્તાનના પશની બંદરથી બોટમાં 59 પેકેટમાં કુલ 61 કિલો ડ્રગ્સ ભરીને મોકલ્યુ હતુ. આરોપીઓએ ડ્રગ્સ ઉત્તરભારતમાં ડ્રગ્સ માફિયાને આપવાનું હોવાનું સામે આવ્યુ છે. ઓગસ્ટ વર્ષ 2021થી અત્યાર સુધીમાં NDPS કેસમાં 46 પાકિસ્તાની, 3 અફઘાની, 7 ઇરાની, 1 નાઇજરીયન અને 37 ભારતીય મળીને કુલ 94 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરની ઊંચાઈ વધશે, વિકાસ માટે મુખ્યમંત્રીએ મંજૂરી આપી

કોસ્ટગાર્ડને જોઇને ઇરાની બોટ પાકિસ્તાન તરફ ભાગી

ઇરાનના ચાબહાર બંદરેથી ભારત પાકિસ્તાન IMBL નજીક ઓખાથી 185 નોટિકલ માઇલ દુર ભારતીય જળસીમામાં ઇરાની બોટમાં આવવાની હોવાની બાતમી એટીએટની ટીમને મળી હતી. આથી એટીએસની ટીમ દ્વારા સમગ્ર હકિકતની જાણ ભારતીય કોસ્ટગાર્ડને કરી હતી. આથી કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા સોમવારે સાંજથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. કોસ્ટગાર્ડ દ્વારા બે ફાસ્ટ પેટ્રોલીંગ બોટ, ICGS મીરા અને અભિકને ઓપરેશનમાં જોડવામાં આવ્યા હતા. કોસ્ટગાર્ડને જોઇને ઇરાની બોટ પાકિસ્તાન તરફ ભાગવા જતી હતી ત્યારે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ઇરાની બોટને ચારેય તરફથી ઘેર લીધી હતી. બાદમાં બન્ને એજન્સી દ્વારા બોટમાં તપાસ કરવામાં આવતા મોહિસન અયુબ બલોચી,અસગર રિયાજ બલોચી, ખુદાબક્ષ હાજીહાલ બલોચી, રહિમબક્ષ મૌલાબક્ષ બલોચી અને મુસ્તફા આદમ બલોચી એમ આ પાંચેય ઇરાની શખ્સો મળી આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં કોરોના ફરી વકર્યો, જિલ્લામાં ત્રણ એક્ટિવ કેસ સામે આવ્યા 

એજન્સી દ્વારા લંચબોક્સ તપાસતા અંદરથી ક્રિસ્ટલ ફોર્મમાં રૂ.427 કરોડનું 61 કિલો ડ્રગ્સ મળી આવ્યુ

પોલીસે વધુ તપાસ કરતા બોટમાંથી લંચ બોક્સના 59 જેટલા પેકેટ મળી આવ્યા હતા. આથી બન્ને એજન્સી દ્વારા લંચબોક્સ તપાસતા અંદરથી ક્રિસ્ટલ ફોર્મમાં રૂ.427 કરોડનું 61 કિલો ડ્રગ્સ મળી આવ્યુ હતુ. બાદમાં પાંચેય આરોપીની પૂછપરછ કરવામાં આવતા ડ્રગ્સ પાકિસ્તાનના પશની બંદરથી ભર્યું હોવાનું સામે આવ્યુ હતુ. પાંચેય આરોપીએ કબુલ્યુ કે, ગત, 2 માર્ચે તેઓ ઇરાનના ચાબહાર બંદરથી પાકિસ્તાનના પશની બંદરે જવા નિકળ્યા હતા. ડ્રગ્સ માફિયા ગુલામ બલોચીએ તેના સાગરીત મારફતે પશની બંદરથી ડ્રગ્સના 59 જેટલા પેકેટ આ પાંચે આરોપીઓને ભારતમાં ડિલિવરી કરવા માટે આપ્યા હોવાનું સામે આવ્યુ છે.

Back to top button