ગુજરાતટોપ ન્યૂઝ

અંબાજી મંદિરના પ્રસાદમાં નકલી ઘીના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • અંબાજી પોલીસ આરોપીને લઈ અમદાવાદ આવવા રવાના
  • અમદાવાદમાંથી વધુ એક વેપારીની ધરપકડ થઈ શકે છે
  • 15 સપ્ટેમ્બરે આવેલા રિપોર્ટમાં ઘીમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું

અંબાજી મંદિરના પ્રસાદમાં નકલી ઘીના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની પૂછપરછમાં આ ખુલાસો થયો છે. ત્યારે જતીન શાહે ઘીનો જથ્થો અમદાવાદથી ખરીદ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેથી અંબાજી પોલીસ આરોપીને લઈ અમદાવાદ આવવા રવાના થઇ છે.

આ પણ વાંચો: અમદાવાદ: બાળકોને કફ સિરપ આપતા હોય તો ચેતી જજો, દવા કંપનીની બેદરકારી સામે આવી 

અમદાવાદમાંથી વધુ એક વેપારીની ધરપકડ થઈ શકે છે

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાંથી વધુ એક વેપારીની ધરપકડ થઈ શકે છે. અંબાજીમાં મોહનથાળ પ્રસાદના પેકેટ ભાદરવી પૂનમે તૈયાર કરાયા હતા. ત્યારે અંબાજી ભેટ કેન્દ્રમાં પ્રસાદના 18 હજાર પેકેટનો બફર સ્ટોક હાલ પડી રહ્યો છે. મહત્વનું છે કે અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટે ઉપયોગમાં લેવાયેલું ઘી અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવ્યું હતુ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 28 ઓગસ્ટે અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના લીધા હતા. જે ફેલ ગયા છે. 15 સપ્ટેમ્બરે આવેલા રિપોર્ટમાં ઘીમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ, ભેળસેળવાળા ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો.

આ પણ વાંચો: તથ્ય પટેલે કરેલ અકસ્માતમાં બચી ગયેલા યુવાન માટે પરિવારે 28 લાખ ખર્ચ્યા થતા પરિણામ શૂન્ય 

પ્રસાદ બનાવવા માટે બનાસ ડેરીમાંથી ઘીનો જથ્થો મંગાવ્યો

મંદિર તંત્રએ દાવો કર્યો હતો કે મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે બનાસ ડેરીમાંથી ઘીનો જથ્થો મંગાવ્યો હતો. ભાદરવી પૂનમના મેળા દરમિયાન કે એ પછી જે મોહનથાળનો પ્રસાદ બનાવાયો છે, તે ઉચ્ચ ગુણવતાયુક્ત ઘીમાંથી બનાવાયો છે. ઘીમાં ભેળસેળ સામે આવતા મોહિની કેટરર્સના માલિક સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં રાત્રી દરમિયાન ઠંડીનો ચમકારો વર્તાયો, જાણો કયા તાપમાન ઘટ્યું 

અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો

અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. અંબાજી ભાદરવી પૂનમના મેળા પહેલા ફૂડ વિભાગ દ્વારા મોહનથાળ બનાવવામાં ઉપયોગમાં આવતા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે સેમ્પલ ફેલ થયા હતા. મોહનથાળ પ્રસાદનો મામલો ફરી એકવાર ગરમાતા મોહનથાળ બનાવતી કંપની મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યું કરાયું નથી. આથી મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જ બનાવવાનું કામ શરૂ કરાયું છે. અત્યાર સુધી મોહનથાળનો પ્રસાદ બનાવતા મોહિની કેટરર્સને પ્રસાદઘરથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. મોહનથાળ પ્રસાદ મુદ્દે બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, ભાદરવી પૂનમના મેળા દરમિયાન પ્રસાદની ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું નથી. અમારા માણસો જ્યાં પ્રસાદ બનતો હતો, ત્યાં 24 કલાક હાજર જ હતા.

Back to top button