ગુજરાત

ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મામલે થયો ચોંકાવનારો ખુલાસો

  • ગુજરાતમાં એમડી ડ્રગ્સનો સપ્લાય મુંબઈ અને દિલ્હીથી કરવામા આવે છે
  • મહારાષ્ટ્ર-ગુજરાતમાંથી દસ દિવસમાં 950 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • નરોડા જીઆઇડીસીમાંથી પાંચ કિલો અફીણનો જથ્થો ઝડપાયો

ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં વાપીમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. તેમાં રૂપિયા 180 કરોડના મેફેડ્રોન સાથે 3 લોકો પકડાયા છે. GIDCમાંથી 121 કિલો લિક્વિડ ડ્રગ્સ, 18 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચીનાઓએ ભારત-ચીન બોર્ડર પર મહાકાળી મંદિરને તોડ્યું, પરચો મળતા ફરી બનાવ્યું 

ગુજરાતમાં એમડી ડ્રગ્સનો સપ્લાય મુંબઈ અને દિલ્હીથી કરવામા આવે છે

મહારાષ્ટ્ર-ગુજરાતમાંથી દસ દિવસમાં 950 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાતમાં એમડી ડ્રગ્સનો સપ્લાય મુંબઈ અને દિલ્હીથી કરવામા આવે છે. વાપી જીઆઇડીસી એસ્સ્ટેમાં પ્રાઇમ પોલીમર ઇન્ડ્રસ્ટ્રીઝમાં ડીઆરઆઇની ટીમે દરોડા પાડીને 180 કરોડનુ 121.75 કિલોગ્રામ મેફેડ્રોનનો લિક્વિડ ફોર્મમાં જથ્થો જપ્ત કર્યો છે. ડીઆરઆઇ અમદાવાદ, સુરત અને મુબઇની ટીમે કરેલા જોઇન્ટ ઓપરેશમાં બે ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરાઇ છે. ડીઆરઆઇની ટીમે દસ દિવસમાં મહારાષ્ટ્રમાં પાંચ ફેકટરીઓમાંથી 500 કરોડ અને 250 કરોડનુ ડ્રગ્સ જપ્ત કર્યુ છે.

આ પણ વાંચો: લો બોલો, દિવાળીના તહેવારોમાં સતત ફટાકડાના અવાજના કારણે કાયમી બહેરાશનું જોખમ 

સાગરીતના રહેઠાણે દરોડામાં 18 લાખનુ ભારતીય ચલણ જપ્ત

ગુજરાતના વાપીમાં ડ્રગ્સ બનાવતી વધુ એક ફેકટરીમાં દરોડા પાડતા ડ્રગ્સનો આંક 950 કરોડ સુધી પહોચ્યો છે. ફેક્ટરી માલિક મુંબઈનો રાજુ નરેન્દ્રસિંઘ હોવાનું જાણવા મળે છે. DRIના અધિકારીઓએ વાપી GIDCમાં પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડીને મેફેડ્રોન ડ્રગ્સ બનાવવા માટેનુ લિક્વિડ જપ્ત કર્યુ છે. ઘટના સ્થળે એફએસએલના એધિકારીઓ હાજર હતા અને ટેસ્ટીગમાં મેફેડ્રોન ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. DRI ફેકટરી માલિક અને ડ્રગ્સ બનાવતા તેના સાગરીતના રહેઠાણે દરોડામાં 18 લાખનુ ભારતીય ચલણ જપ્ત કર્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં વાહનોના વેચાણમાં થયો જંગી વધારો, આંકડો જાણી રહેશો દંગ 

નરોડા જીઆઇડીસીમાંથી પાંચ કિલો અફીણનો જથ્થો ઝડપાયો

નરોડા GIDCમાં બે શખ્સો લિક્વિડ અફીણનો સપ્લાય કરે છે તેવી બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. તેના આધારે પોલીસે નરોડા જીઆઇડીસીમાંથી પાંચ કિલો અફીણના જથ્થા સાથે ચાંદલોડિયાના જયરાજસિંહ રાઠોડ અને રાજસ્થાનના દોલતસિંહ રાઠોડને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 4.94 લાખના સેમિસોલિડ લિક્વિડ અફીણના જથ્થા સહિત કુલ રૂ. 5.78 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓની પૂછપરછ કરતા રાજસ્થાનના ઉદયપુરથી જિતેન્દ્રસિંહ નામના શખ્સ પાસેથી અફીણનો જથ્થો લાવીને વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

Back to top button