ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં થતા માર્ગ અકસ્માતનું ચોંકાવનારું કારણ સામે આવ્યું

Text To Speech
  • અમદાવાદ- મહેસાણા વચ્ચેનો રસ્તો ચારમાંથી છ માર્ગિય થયો નથી
  • ગુજરાતમાં બે દાયકામાં વસ્તી, વાહનો વધ્યા પણ માર્ગ મોકળા ના થયા
  • ફોરલેન હાઈવે રાહદારી માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે

ગુજરાતમાં સૌથી વધુ ‘ડેન્સિટી’ છતાંયે સ્ટેટ હાઈવે પહોળો થતો નથી. બે દાયકામાં વસ્તી અને વાહનો વધ્યા પણ રાજ્યનો પ્રથમ ટોલરોડ ફોરલેન છે. જેમાં ઉદ્યોગો સહિત મિલકતોને સાચવવા જીવલેણ હાઈવેનું 20 વર્ષ જૂનુ એલાઈન્મેન્ટ બદલાતુ નથી. તેથી માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં સૌથી વધુ ડેન્સિટી અર્થાત વસ્તીની ગીચતાવાળો વિસ્તાર છે.

આ પણ વાંચો: સુરતમાં હાઉસિંગની જમીન પર ચાલતી હોસ્પિટલનો વિવાદ વકર્યો 

અમદાવાદ- મહેસાણા વચ્ચેનો રસ્તો ચારમાંથી છ માર્ગિય થયો નથી

ભૌગોલિક સ્તરે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતનો ભૂ-ભાગ એ ગુજરાતમાં સૌથી વધુ ડેન્સીટિ અર્થાત વસ્તીની ગીચતાવાળો વિસ્તાર છે. બે દાયકામાં અહીં વસ્તી, વાહનો, આર્થિક, સામાજિક, શૈક્ષણિક પ્રવૃતિ વધવા છતાંયે સ્ટેટ હાઈવે 41 અમદાવાદ- મહેસાણા વચ્ચેનો રસ્તો ચારમાંથી છ માર્ગિય થયો નથી.

આ પણ વાંચો: ગુજરાત: આ જિલ્લામાં જંત્રીના સર્વે માટે તંત્ર સજ્જ થયુ, જમીનધારકોને ફાયદો 

ફોરલેન હાઈવે રાહદારી માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે

જેના કારણે 20 વર્ષ અગાઉ રાજ્યના પ્રથમ ટોલ રોડ તરીકે ડેવલપ થયેલા આ ફોરલેન હાઈવે રાહદારી માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. સ્ટેટ હાઈવે- 41માં અમદાવાદથી પાલનપુરને આઠ છ માર્ગિય કરવા વર્ષો અગાઉ નિર્ણય કર્યો હતો. મહેસાણાથી પાલનપુર વચ્ચેનો માર્ગ છ માર્ગિય થઈ પણ ગયો છે પરંતુ જ્યાં સૌથી વધુ શહેરો, ગામો, ઔદ્યોગિક એકમો, શૈક્ષણિક સંસ્થાઓ છે. તે મહેસાણાથી અમદાવાદના ઝુંડાલ સર્કલ હજી ફોરલેન છે. જેની પાછળ આ 58 કિલોમીટરના માર્ગમાં આવેલી અનેક ફેક્ટરીઓ, ઉદ્યોગો સહિતની મિલકતો કારણભૂત છે. 20 વર્ષ જૂના એલાઈન્મેન્ટને બદલવા જતા અનેક મિલકતોને અસર થતી હોવાથી આ રસ્તો છ માર્ગિય કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

Back to top button