દિવમાં ફરવા ગયેલા બે યુવકો સાથે ચોંકાવનારી ઘટના બની
- બે લોકો છરીની અણીએ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા
- બંને ભાઈઓએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
- આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યા
દિવાળીના વેકેશનમાં દીવમાં ફરવા ગયેલા બે યુવકો સાથે ચોંકાવનારી ઘટના બની છે. જેમાં બોટાદના બે પિતરાઈ ભાઈઓ દિવ ફરવા ગયા હતા. બંને ભાઈઓ રહેવા માટે રૂમની શોધ કરી રહ્યાં હતા, ત્યારે રૂમ આપવાના બહાર અન્ય બાઈક પરથી આવેલા બે લોકો છરીની અણીએ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.
આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથધરી
સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવીના આધારે બંને આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથધરી છે. બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડાથી બાઈક પરથી બે પિતરાઇ ભાઈઓ દિવ ફરવા ગયા હતા. આ દરમિયાન રાત્રી રોકાણ માટે રૂમની શોધ કરી રહ્યાં હતી, જો કે દિવાળીનું વેકેશન ચાલી રહ્યું હોવાથી હોટેલમાં રૂમ મળ્યો ન હતો. અન્ય બાઈક પરથી બે શખસો આવીને બંને ભાઈઓને રૂમ અપાવાનું કહેતા તેમની સાથે ગયા હતા.
બંને ભાઈઓએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
આ દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશ દિવની બહાર ઉના તાલુકાના નાળીયા માંડવી ગામના અવાવરું વિસ્તારમાં લઈ જઈ છરીની અણીએ બંને ભાઈઓને પાસેથી ત્રણ મોબાઇલ અને 11 હજાર રોકડની લૂંટી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને બંને ભાઈઓએ સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: ગુજરાત: સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને નકલી વેબસાઈટથી સાવધાન રહેવા જણાવ્યું