પાવાગઢના મહાકાળી મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરી મામલે ચોંકાવનારો ખુલાસો
- મંદિરમાંથી છ હાર અને બે મુગટ ચોરી થયા હોવાની પોલીસ ફરિયાદ
- તપાસને અંતે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે
- પોલીસ પુછપરછમાં આરોપીએ દાવો કર્યો છે કે તેણે પહેલીવાર જ ચોરી કરી
વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરમાં માતાજીના આભૂષણોની ચોરી થઈ હતી. જેમાં મંદિરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. આ મામલે પાવાગઢ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસને અંતે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
મંદિરમાંથી છ હાર અને અન્ય ધાતુના બે મુગટ ચોરી થયા હોવાની પોલીસ ફરિયાદ
પાવાગઢના મહાકાળી મંદિરમાંથી છ હાર અને અન્ય ધાતુના બે મુગટ ચોરી થયા હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને જિલ્લા LCB, SOG સહિત અન્ય પોલીસ મથકોની અલગ અલગ છથી સાત ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ ઈન્ટેલિજન્સીની મદદથી વિદુર ચંદ્રસિંહ વસાવાની ધરપકડ કરવામાં આવી છે. જે મુળ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના નસરપુરનો વતની છે.
પોલીસ પુછપરછમાં આરોપીએ દાવો કર્યો છે કે તેણે પહેલીવાર જ ચોરી કરી
આરોપી પાસેથી 78 લાખની રકમના સોનાના છ હાર અને સોનાના ઢાળ ચડાવેલા બે મુગુટ પણ જપ્ત કરાયા છે. આરોપીએ ચોરી કરેલો સામાન એક ટ્રકમાં સંતાડ્યો હતો તેવો ખુલાસો થયો છે. પોલીસ પુછપરછમાં આરોપીએ દાવો કર્યો છે કે તેણે પહેલીવાર જ ચોરી કરી છે. જેમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
આ પણ વાંચો: ગુજરાતના ચોટીલા, ભાવનગર અને કપરાડામાં અકસ્માતની 3 ઘટના, 3ના મૃત્યુ 5 ઘાયલ