નેશનલ

કેરળમાં ચોંકાવનારો કિસ્સો, ચાલુ ટ્રેનમાં મુસાફરે આગ લગાવી દીધી, ત્રણના મોત

Text To Speech
  • અન્ય નવ મુસાફરો ગંભીર રીતે દાઝ્યા
  • ઇમર્જન્સી ચેઇન ખેંચી ઘટનાને અંજામ આપનાર શખ્સ ફરાર
  • આતંકવાદી એંગલને નકારી શકાય તેમ નથી, પોલીસનું નિવેદન

કેરળના કોઝિકોડમાં એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. ગત મોડી રાત્રે એક પાગલ મુસાફરે અન્‍ય મુસાફરો પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાને કારણે ટ્રેનની બોગીમાં અફરાતફરી મચી ગઈ હતી. ઉતાવળમાં ત્રણ લોકો ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્‍યા હતા. આ હૃદયદ્રાવક ઘટનામાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા નિપજ્યા હતા જયારે ૯ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. પોલીસને પાટા પાસે એક થેલી મળી આવી, જેમાં પેટ્રોલની બોટલ અને બે મોબાઈલ ફોન હતા. પોલીસનું કહેવું છે કે આતંકવાદી એંગલને નકારી શકાય તેમ નથી.

ઉતાવળમાં બોગીમાંથી ઉતરવા જતા બાળક સહીત ત્રણના મોત

આ ઘટના કેરળના કોઝિકોડ રેલ્‍વે સ્‍ટેશન પાસે રવિવારે રાત્રે લગભગ ૯.૫૦ વાગ્‍યાની આસપાસ જણાવવામાં આવી રહી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, કોઝિકોડ રેલ્‍વે સ્‍ટેશન પાસે અલાપ્‍પુઝા-કન્નુર એક્સપ્રેસના ડી-૧ કોચમાં એક અજાણ્‍યા વ્‍યક્‍તિએ સહ-યાત્રીઓ પર પેટ્રોલ રેડીને તેમને આગ ચાંપી દીધી હતી. જેના કારણે ટ્રેનમાં અરાજકતા સર્જાઈ હતી. ઉતાવળમાં કેટલાક લોકો બોગીમાંથી કૂદી પડ્‍યા. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા. ત્રણેયના મૃતદેહ પાટા પરથી મળી આવ્‍યા છે.

ઘટનાને અંજામ આપનાર શખ્સ ફરાર

પોલીસના જણાવ્‍યા અનુસાર મૃતકોમાંથી બેની ઓળખ તૌફિક અને રેહાના તરીકે થઈ છે. પોલીસે ટેરર એન્‍ગલને નકારી ન હતી કારણ કે તેઓએ ટ્રેકમાંથી પેટ્રોલની બીજી બોટલ અને બે મોબાઈલ ફોન ધરાવતી બેગ મળી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે એક્‍સપ્રેસ ટ્રેનમાં ચઢવાને લઈને કથિત રીતે ઝઘડો થયા બાદ એક વ્‍યક્‍તિએ બીજા મુસાફર પર કોઈ જ્‍વલનશીલ સામગ્રી નાખીને તેને આગ લગાવી દીધી હતી. જેના કારણે ભાગદોડ અને આગના કારણે ૩ લોકોના મોત થયા હતા અને ૯ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્‍પિટલોમાં દાખલ કરવામાં આવ્‍યા છે. ઘટનાને અંજામ આપનાર વ્‍યક્‍તિ ટ્રેનની ચેઈન ખેંચીને નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે અમને શંકાસ્‍પદ વ્‍યક્‍તિના સીસીટીવી ફૂટેજ મળ્‍યા છે. તપાસ ચાલુ છે.

Back to top button