NEET UG પરીક્ષામાં ગેરરીતિની તપાસ માટે સાત સભ્યોની સમિતિની રચના
- પેપર લીકની ઘટનાઓને રોકવા માટે શિક્ષણ મંત્રાલયે સાત લોકોની સમિતિની રચના કરી છે. આ સમિતિના અધ્યક્ષ ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણન હશે. આ ઉપરાંત સમિતિમાં અન્ય છ સભ્યો પણ હશે
દિલ્હી, 22 જૂન: NEET UG 2024 પરીક્ષામાં કથિત ગેરરીતિ અંગે શિક્ષણ મંત્રાલયે NTA કેસમાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓ પારદર્શક, સરળ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ અને IIT કાનપુર BoGના અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિ પરીક્ષા પ્રક્રિયાની સિસ્ટમમાં સુધારો, ડેટા સુરક્ષા પ્રોટોકોલ સુધારવા અને NTAની રચના અને કામગીરી અંગે ભલામણો કરશે.
2 મહિનામાં રિપોર્ટ આપશે કમિટીને
શિક્ષણ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી સમિતિ NTAમાં દરેક સ્તરે અધિકારીઓની ભૂમિકા અને જવાબદારીઓ તેમજ NTAની હાલની ફરિયાદ નિવારણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરશે. તે એવા ક્ષેત્રોને ઓળખશે જ્યાં સુધારાની જરૂર છે અને તેની કાર્યક્ષમતા વધારવા માટે ભલામણો કરશે. આ કમિટી 2 મહિનામાં તેનો રિપોર્ટ મંત્રાલયને આપશે.
NTA કેસમાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિમાં કયા અધિકારીઓને મળ્યું સ્થાન?
- ડૉ. કે. રાધાકૃષ્ણન (ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ અને IIT કાનપુરના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ)
- ડૉ. રણદીપ ગુલેરિયા (એઈમ્સ દિલ્હીના ભૂતપૂર્વ ડિરેક્ટર)
- પ્રો. બી.જે. રાવ (સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ હૈદરાબાદના ચાન્સેલર)
- પ્રો. રામામૂર્તિ કે (પ્રોફેસર એમેરેટસ, સિવિલ એન્જિનિયરિંગ વિભાગ, IIT મદ્રાસ)
- પંકજ બંસલ (સહ-સ્થાપક, પીપલ સ્ટ્રોંગ અને બોર્ડ મેમ્બર –કર્મયોગી ભારત)
- પ્રો. આદિત્ય મિત્તલ (ડીન સ્ટુડન્ટ અફેર્સ, IIT દિલ્હી)
- ગોવિંદ જયસ્વાલ (સંયુક્ત સચિવ, શિક્ષણ મંત્રાલય)
Ministry of Education constitutes a High-Level Committee of Experts under the chairmanship of Dr. K. Radhakrishnan, Former Chairman, ISRO and Chairman BoG, IIT Kanpur, to ensure transparent, smooth and fair conduct of examinations.
The Committee to make recommendations on…
— Ministry of Education (@EduMinOfIndia) June 22, 2024
ઝીરો એરર પરીક્ષા માટે પ્રતિબદ્ધ છે સરકાર: શિક્ષણ મંત્રી
અગાઉ, NEET-UGC NETના વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું હતું કે NTAમાં સુધારાની જરૂર છે. તેમણે પત્રકાર પરિષદમાં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના અંગે માહિતી આપી હતી. ગુનેગારો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપતાં તેમણે કહ્યું હતું કે સરકાર ઝીરો એરર પરીક્ષા માટે પ્રતિબદ્ધ છે. સરકાર તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા જઈ રહી છે, જે NTA પર ભલામણો આપશે. વિદ્યાર્થીઓનું કલ્યાણ અમારી પ્રાથમિકતા છે. આમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. સરકાર કોઈપણ ગુનેગારને છોડશે નહીં.
9 દિવસમાં ત્રણ પરીક્ષાઓ રદ કે મુલતવી
નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 12 જૂને રદ કરવામાં આવી હતી. 19 જૂનના રોજ UGC નેટની પરીક્ષા રદ કરવામાં આવી હતી, ત્યાર બાદ 25 જૂને યોજાનારી CSIR UGC NET પરીક્ષા 21 જૂન પર મુલતવી રાખવામાં આવી છે.
આ પણ વાંચો: હવે NEET પેપર લીક કેસમાં રવિ અત્રીનું નામ સામે આવ્યું, ઝારખંડમાંથી 7 લોકોની ધરપકડ