વર્લ્ડકપના સફળ આયોજન અંગે વરિષ્ઠ પત્રકારે કરી સમીક્ષા, જાણો શું કહ્યું
- વિશ્વના ઈતિહાસમાં સૌથી સફળ વર્લ્ડ કપ એટલે 2023નો વર્લ્ડ કપ
- ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન અત્યંત મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિમાં થયું
અમદાવાદ, 20 નવેમ્બરઃ રમતગમતમાં હંમેશાં જીત અને હાર થતી હોય છે, ભારતીય ટીમની ફાઇનલમાં હાર ક્રિકેટ ચાહકોને લાંબા સમય સુધી સતાવશે. પરંતુ એક વાતનો ગર્વ થશે કે વિશ્વના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી સફળ વર્લ્ડ કપ 2023નો વર્લ્ડ કપ રહ્યો છે. આ વખતે ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન અત્યંત મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિમાં થયું હતું અને છતાં તેની સફળતાનું શ્રેય ભારતીય ક્રિકેટ બોર્ડ અને ખાસ કરીને જય શાહને જાય છે. તેમ જણાવી વરિષ્ઠ પત્રકાર નિર્ણય કપૂરે પોતાના સોશિયલ મીડિયા ઉપર વિસ્તૃત છણાવટ કરતાં લખ્યું કે, જેમને ભાજપ સાથે રાજકીય મતભેદ છે અને ખાસ કરીને જય શાહ વિશે સોશિયલ મીડિયામાં memes બનાવી રહ્યા છે તેઓ જ અમદાવાદની વિરાટ દીવાલ પર લખાયેલું સત્ય જોઈ શકશે નહીં. ચાહકો તરફથી જય શાહનો વિશેષ આભાર, આ દીવાલ એ હકીકતની સાક્ષી છે કે લોકોને તેમનું કામ ગમ્યું છે તેમ જણાવ્યું હતું, તેમ જણાવી તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.
खेल में हार जीत तो लगी रहती है, भारत के फैंस को फाइनल में टीम इंडिया की हार लम्बे समय तक सताएगी… लेकिन एक बात का गर्व भी रहेगा की क्रिकेट के इतिहास में अब तक का सबसे सफल वर्ल्ड कप इस बार आयोजित हुआ और वो भी सबसे विकट भौगोलिक परिस्थितियों में… जिसका श्रेय @BCCI और ख़ास तौर पर… pic.twitter.com/6wYHqLRxC5
— Nirnay Kapoor (@nirnaykapoor) November 20, 2023
તેમણે વધુમાં કહ્યું કે, “લોકો જય શાહ વિશે શું જાણે છે ? જેઓ હંમેશા તેમને નિશાન બનાવતા રહે છે. તેઓ તેમના સંઘર્ષ વિશે શું જાણે છે ? તેઓ તેમના બલિદાન વિશે શું જાણે છે ? તેમની કાર્યક્ષમતા વિશે તેઓ શું જાણે છે? શું તમે જય શાહને ઓળખો છો? ભારતીય ક્રિકેટ બોર્ડમાં જોડાયા પછી બોર્ડનો કેટલો વિકાસ થયો? અને આ વ્યક્તિ કેવા પ્રકારની ભવિષ્યલક્ષી વિચારસરણી ધરાવે છે?” આવા પ્રશ્નો પાછળ શું સત્યતા રહેલી છે આવો જાણીએ….
BCCI સેક્રેટરી જય શાહ દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો
1.સમાન વેતન પ્રથાથી ભારતીય ક્રિકેટમાં લિંગ ભેદભાવનો અંત
બોર્ડ દ્વારા તેના લાંબા ઈતિહાસમાં કદાચ સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો પૈકી એક પગારની સમાનતા સુનિશ્ચિત કરવાનો છે. પુરુષ અને મહિલા ખેલાડીઓ માટે સમાન વેતનએ જય શાહની પહેલ હતી જે ગયા વર્ષે ઓક્ટોબરમાં લાગુ કરવામાં આવી હતી.
2. તમામ સ્થાનિક ટુર્નામેન્ટ માટે ઈનામી રકમમાં 300% સુધીનો વધારો
ડોમેસ્ટિક ક્રિકેટને મજબૂત કરવા માટે જય શાહ સેક્રેટરી બન્યા પછી જ રણજી ટ્રોફીના વિજેતાની ઈનામની રકમ 2 કરોડથી વધારીને 5 કરોડ રૂપિયા અને વિજય હજારે ટ્રોફીની ઈનામની રકમ 30 લાખથી વધારીને 1 કરોડ રૂપિયા કરવામાં આવી હતી.
3. WPL એટલે કે મહિલા પ્રીમિયર લીગ શરૂ કરી, જે આજે સમગ્ર વિશ્વની સૌથી મોટી મહિલા રમતગમત લીગ બની ગઈ છે. જે જયશાહની દ્રષ્ટિ અને આયોજનને સ્પષ્ટપણે દર્શાવે છે.
4. ભારતમાં મહિલા ટેસ્ટ ક્રિકેટને ફરી જીવિત કરવાનો શ્રેય પણ જય શાહને જાય છે. 2021માં તેમના પ્રયાસોથી ભારતીય મહિલા ટીમે 2006માં 15 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સાથે પ્રખ્યાત પિંક બોલ ટેસ્ટ મેચ રમી હતી. તે જ વર્ષે ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સાથે તેની જ ધરતી પર ટેસ્ટ મેચ પણ રમી હતી. જે દેખાડે છે જય શાહ અન્ય ક્રિકેટ બોર્ડ સાથે તેના કામકાજના કેટલા સારા સંબંધો ધરાવે છે.
5. જય શાહની પહેલ પર જ સ્થાનિક ક્રિકેટમાં ખેલાડીઓની મેચ ફીમાં વધારો કરવામાં આવ્યો હતો અને તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે રમતમાં રહેલી પ્રતિભાને યોગ્ય રીતે વળતર આપવામાં આવે. મહિલા ક્રિકેટરોની મેચ ફી બમણી કરવામાં આવી હતી. પ્રથમ વખત મેચ ફીનું માળખું વરિષ્ઠતાના આધારે બનાવવામાં આવ્યું હતું
6. BCCIએ કોવિડ-19 સમયે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ ન યોજાવાને કારણે અસરગ્રસ્ત તમામ ખેલાડીઓને વળતર આપ્યું હતું
7. જય શાહે નોર્થ ઈસ્ટમાં ક્રિકેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે કેટલાં પગલાં લીધાં છે તેનો રેકોર્ડ પણ BCCI પાસેથી ઉપલબ્ધ થશે.
8. નવી NCA એટલે કે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમી પણ દેશમાં પ્રશિક્ષણ સુવિધાઓના ક્ષેત્રમાં જય શાહનું મોટું યોગદાન છે.
આ રીતે વર્લ્ડ કપના શાનદાર સંગઠને એડમિનિસ્ટ્રેટર તરીકે જય શાહની ક્ષમતાને વધુ મજબૂત બનાવી છે.
આ પણ જાણો :શ્રીલંકાની સરકારે BCCI સેક્રેટરી જય શાહની માંગી માફી, જાણો શું છે કારણ ?