પાલનપુરની સ્વસ્તિક મહિલા કોલેજમાં અબોલ પક્ષીઓ માટે જીવદયા પ્રેમીઓ દ્વારા યોજાયો સેમિનાર
પાલનપુર : જીવનમાં કંઈક કરવું હોય તો કોઈના માધ્યમમાં આવ્યા સિવાય કોઈકના માટે માધ્યમ બનવું વધારે સારું છે. આજ માધ્યમની ભૂમિકા જીવદયાપ્રેમી “ઉમ્મીદ એક નવો વિચાર” ની ટીમ સાથે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો : પાલનપુર બસ પોર્ટમાં મુસાફરોને બેસવાના સ્ટીલના બાંકડા ગાયબ
“ઉમ્મીદ એક નવો વિચાર” ફાઉન્ડેશન હંમેશા સેવાકાર્ય કરવા માટે તત્પર રહે છે, માત્ર સેવાકીય પ્રવૃતિઓ નહીં પરંતુ લોકો માટે એક સ્મિતનું કારણ પણ બની રહ્યું છે. ભવિષ્યમાં પણ લોકોની સેવા કરવા માટે અને વિદ્યાર્થીઓની એકતા ના પ્રતિક તરીકે જાણીતું બનશે.
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જીવદયા પ્રેમીઓ દ્વારા અબોલ પક્ષીઓ માટે સેમિનાર યોજાયો. “પક્ષી બચાવો અભિયાન” અંતર્ગત વિદેશી દોરીનો બહિષ્કાર કરી અને પક્ષીઓ બચાવવા માટે અપીલ કરવામાં આવી.જેમાં સમગ્ર સ્વસ્તિક સંકુલના આચાર્ય મણીભાઈ મેવાડા, સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલ નેહલબેન પરમાર, કોલેજના તમામ અધ્યાપિકાઓ તથા સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓ અને સ્વસ્તિક સંકુલના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પાલનપુર વિસ્તારમાં ક્યાંય પણ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાની પણ વિદ્યાર્થીની ઓને માહિતી આપી.