બિઝનેસ

 DRDO, સંરક્ષણ મંત્રાલય, અને GCCI ના સંયુક્ત  ઉપક્રમે “Synergizing Efforts for Atmanirbhar Bharat-DRDO-GCCI Meet” પર સેમિનાર યોજાયો.

Text To Speech

આગામી દિવસોમાં યોજાનાર DEFEXPO India 2022 ના ભાગરૂપે આજે DRDO અને સંરક્ષણ મંત્રાલય સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની MSME કમિટી તેમજ ડિફેન્સ કમિટી દ્વારા કર્ણાવતી યુનિવર્સિટી, અમદાવાદ ખાતે “Synergizing Efforts for Atmanirbhar Bharat-DRDO-GCCI Meet” પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : GCCI પ્રમુખ : ગુજરાતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે ‘આત્મનિર્ભર ગુજરાત યોજના’ ખૂબજ લાભદાયી

ડિફેન્સ કોરિડોર માટે ગુજરાત એક આદર્શ સ્થળ : GCCI પ્રમુખ

આ સેમિનારમાં GCCI નાં પ્રમુખ પથિક પટવારીએ તમામ સહભાગીઓને આવકાર્યા હતાં અને વક્તાઓનો સંક્ષિપ્ત પરિચય કરાવી, કાર્યક્રમ તથા કાર્યક્રમના હેતુની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં MSMEsની તાકાત અને સક્ષમતાને જોતાં, ડિફેન્સ કોરિડોર માટે ગુજરાત એક આદર્શ સ્થળ છે. આ સિવાય સેમિનારમાં DRDO નાં વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રિકા કૌશિકએ DRDO દ્વારા વિકસિત ઉત્પાદનો અને ટેકનોલોજી ટ્રાન્સફર વિશે વાત કરી હતી. તેમણે ગુજરાતના ઉદ્યોગોને DRDO સાથે જોડવાના પ્રયાસો વિશે પણ જણાવ્યું હતું.

GCCI - Hum Dekhenge News

ડિફેન્સ ટેક્નોલોજી એ તમામ ટેકનોલોજીની માતા : DRDO અધ્યક્ષ

DRDOના અધ્યક્ષ ડૉ. સમીર કામતે જણાવ્યું હતું કે માનસિકતાના પરિવર્તન દ્વારા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકાય છે અને ડિફેન્સ ટેક્નોલોજી એ તમામ ટેકનોલોજીની માતા છે. તેમણે ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભરતાના આ ધ્યેયને હાંસલ કરવા ગુજરાતના ઉદ્યોગોને આગળ આવવા અપીલ કરી હતી.

કાર્યક્રમમાં અતિથિ વક્તાઓ તરીકે DRDO નાં ડિરેક્ટર ડૉ. મયંક દ્વિવેદી, અધિક નિયામક ડૉ. સંજીવ કુમાર, નિયામક નિધિ બંસલ અને , કર્ણાવતી યુનિવર્સિટીનાં સીઈઓ અખિલ સરાફ જેવાં અતિથિઓ હાજર રહ્યા હતા.

આ સિવાય સેમિનારમાં હાજર રહેલ DRDO ના વરિષ્ઠ અધિકારીઓએ ઉદ્યોગોને ટેક્નોલોજી અને DRDO સપોર્ટ, ડિફેન્સ પ્રણાલીનો વિકાસ અને તેની ઇકોસિસ્ટમ, TOT જોગવાઈઓ, ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડ, ડિફેન્સ નિષ્ણાતોને સક્ષમ બનાવવા, ટેક્નોલોજી ટ્રાન્સફર માટે DRDO નીતિ અને ટેક્નોલોજી માટે હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ વિશે વિગતવાર સમજાવ્યું હતું.

Back to top button