દિલ્હી મેટ્રોમાં બે મહિલા વચ્ચે ઝપાઝપી થઈ, વીડિયો થયો વાયરલ
- દિલ્હી મેટ્રોમાં ફરી બે મહિલાઓ વચ્ચે ઝપાઝપીનો વીડિયો વાયરલ થયો છે, સીટ માટે થયેલી બોલાચાલી થોડી વારમાં ઝપાઝપી સુધી પહોંચી જાય છે
દિલ્હી, 24 ફેબ્રુઆરી: છેલ્લા ઘણા સમયથી ડીએમઆરસીની સતત ચેતવણીઓ આપવા છતાં પણ દિલ્હી મેટ્રોમાં ડાન્સ, ગાન અને લડાઈઓ બંધ થઈ રહી નથી. હાલમાં જ આવા ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં કોઈ મેટ્રોમાં અશ્લીલ હરકતો કરતા જોવા મળે છે, કોઈ રીલ બનાવે છે તો ક્યારેક કોઈ સીટ માટે ઝઘડા કરતા જોવા મળે છે. તાજેતરનો કિસ્સો પણ આવો જ છે.
‘હું તને એટલી મારીશને કે…’
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દિલ્હી મેટ્રોના વીડિયોમાં અહીં મુસાફરી કરી રહેલી બે મહિલાઓ વચ્ચે કદાચ સીટને લઈને ઝઘડો થઈ રહ્યો છે. સીટ માટેની બોલાચાલી એટલી વધી ગઈ કે તે મારા મારી પર આવી જાય છે. દલીલની વચ્ચે એકે બીજીને ધક્કો માર્યો અને તેણીએ જવાબમાં પહેલી છોકરીના માથા પર થપ્પડ મારી અને તેના પગને ઠોકર મારીને તેને પડવાનો પ્રયાસ કર્યો.
વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલી છોકરી પણ વળતો પ્રહાર કરે છે અને કહે છે, ‘તને ખબર છે હું કોણ છું? હું તને એટલી મારીશને કે બોલતી બંધ થઈ જઈશ, હું સિંગર છું. આ સાથે, તે ફોન પર નંબર ડાયલ કરે છે અને તેને જલ્દી પાઠ ભણાવવાની ધમકી આપે છે. જો કે આ વીડિયો ક્યારનો છે તે કહી શકાય તેમ નથી, પરંતુ હાલના દિવસોમાં તે વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં નવાઈની વાત એ છે કે નજીકમાં ઉભેલી ભીડ બંનેમાંથી કોઈને રોકવાની કોશિશ નથી કરી રહી, પરંતુ તેઓ તેમનો વીડિયો બનાવી રહ્યા છે, જૂઓ અહીં વીડિયો:
View this post on Instagram
‘ચંપલથી નહીં, બેલ્ટથી મારો’
મેટ્રોમાં બનતી ઘટનાઓના વીડિયો અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. હાલમાં જ મેટ્રોનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં બે મહિલાઓ વચ્ચે સીટ પર બેસવા બાબતે બોલાચાલી થઈ હતી. આ પછી એક મહિલાએ બીજી મહિલા પર જોરદાર અવાજે બૂમો પાડવાનું શરૂ કરી દીધું અને અપશબ્દો બોલવા લાગ્યા હતી. આ દરમિયાન અપમાનજનક મહિલાની વાત સાંભળીને બીજી મહિલા પણ ગુસ્સે થઈ હતી. ત્યાર બાદ તેણીએ કહ્યું હતું કે, ‘હું તેને ચંપલથી મારીશ.’ જવાબમાં મહિલાએ કહ્યું, ‘ચંપલથી ન મારશો, બેલ્ટથી મારો, ગોળીથી મારો.’ ચંપલનો યુગ ગયો, ગોળીઓનો યુગ આવ્યો, તમે હજી કયા યુગમાં જીવો છો?
આ પણ વાંચો: VIDEO: ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટે યુવતીએ પોતાના જીવને મૂક્યો જોખમમાં