- પ્રવિણકુમારે જણાવ્યું હતું કે, તેમણે કોઇ પ્રકારના માલની હેરફેર કરી નથી
- માલસામાનની હેરફેર કર્યા વિના ફક્ત કાગળ પર જ વ્યવહારો દર્શાવ્યા
- 38.63 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો
સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (CGST),અમદાવાદ, સાઉથ કમિશનરેટની પ્રિવેન્ટિંગ વિંગે, રૂ. 38.63 કરોડના બોગસ બિલિંગ મારફતે રૂ. 6.95 કરોડની ઈન પુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાના કૌભાંડનો પર્દાફાશ કરીને આ કૌભાંડના માસ્ટર માઈન્ડ પ્રવીણકુમારની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: અતિક અહેમદનો એક પત્ર માફિયા ગેંગ, રાજકારણીઓનાં કરતૂત ખોલશે
તપાસને અંતે મોટાપાયે કરચોરી પકડાય તેવી શક્યતા
સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલ મે. નંદી મેટલ દ્વારા વાસ્તવમાં માલસામાનની હેરફેર કર્યા વિના ફક્ત કાગળ પર જ વ્યવહારો દર્શાવીને કૌભાંડ આચરનાર 30 વર્ષીય પ્રવીણકુમારની સોમવારે તમિળનાડુથી ધરપકડ કરીને તેને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે તેને તા. 1 મે, 2023 સુધીના રિમાન્ડ આપ્યા છે. આ કિસ્સામાં તપાસને અંતે મોટાપાયે કરચોરી પકડાય તેવી શક્યતા છે.
પ્રવિણકુમારે જણાવ્યું હતું કે, તેમણે કોઇ પ્રકારના માલની હેરફેર કરી નથી
તમિનાડુમાં આવેલી નંદી મેટલ નામની બોગસ પેઢી તેમજ બીજી 6 બોગસ પેઢીઓ દ્વારા માલની હેરફેર વગર બીલ બનાવી ITC મેળવતા હોવાનું સીજીએસટી સાઉથ પ્રિવેન્ટિંગ વિંગના ધ્યાન પર આવતાં ડિપાર્ટમેન્ટે તપાસ હાથ ધરી હતી. જેમાં આ કંપની સ્ક્રેપના કોમોડિટીનું કામ કરતા હતા. અધિકારીઓએ તમિનાડુ જઇને તપાસ કરતા આ પેઢીના માલિક પ્રવિણકુમાર હોવાનું બહાર આવ્યું હતું. 30 વર્ષના પ્રવિણ કુમારે સ્વીકાર્યું કે નંદી મેટલ તેમની પોતાની છે અને તેમણે રૂ. 38.63 કરોડના બોગસ બિલો બનાવીને રૂ. 6.95 કરોડની વેરા શાખ લીધી હતી. વાસ્તવમાં માલની હેરફેર વગર માત્ર બોગસ બીલો દ્વારા તેણે ઈન પુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. પ્રવિણકુમારે જણાવ્યું હતું કે, તેમણે કોઇ પ્રકારના માલની હેરફેર કરી નથી.