ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

ટાઈટેનિકના ક્લાઈમેક્સ જેવું દ્રશ્ય! દરિયાના ઊંચા મોજામાં ફસાયું જહાજ, જૂઓ વીડિયો

  • વીડિયોમાં જહાજ સતત મોજા સામે લડી રહ્યું છે અને ડૂબવાનું ટાળી રહ્યું છે

HD ન્યૂઝ ડેસ્ક, 22 સપ્ટેમ્બર: બધાએ ટાઇટેનિક ફિલ્મ તો જોઈ જ હશે, જે એક ડૂબતા જહાજની રસપ્રદ અને દર્દનાક સ્ટોરી હતી, તે ફિલ્મમાં ટાઇટેનિક જહાજ આખરે ગ્લેશિયર સાથે અથડાય છે અને દરિયામાં ડૂબી જાય છે. પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકોને ટાઈટેનિકના ક્લાઈમેક્સની યાદ આવી રહી છે. વીડિયોમાં દેખાતું જહાજ પણ વિશાળ મોજા સાથે અથડાય છે, જેમ ટાઇટેનિક ગ્લેશિયર સાથે અથડાયું હતું. પરંતુ આ વખતે આ જહાજ સતત મોજા સામે લડી રહ્યું છે અને ડૂબવાનું ટાળી રહ્યું છે તેવું લાગી રહ્યું છે.

આ વીડિયોને @Amazingnature પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, અને તેને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પેજ હંમેશા આવા વીડિયો શેર કરે છે જે આશ્ચર્યચકિત કરી દે છે. જો કે આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તે સ્પષ્ટ નથી.

જૂઓ આ વીડિયો


સોશિયલ મીડિયા પર શું પ્રતિક્રિયા આવી?

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા યુઝર્સે તેને ફિલ્મ ટાઈટેનિકના ક્લાઈમેક્સની યાદ અપાવે તેવું ગણાવ્યું છે, જ્યારે કેટલાક લોકોએ જહાજની તાકાત અને તેના ક્રૂની હિંમતની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું છે કે, “આ જહાજ ખરેખર મોજા સામે લડતા એક યોદ્ધા જેવું લાગે છે.” તે જ સમયે, કેટલાક લોકો જહાજની અંદરની પરિસ્થિતિ વિશે વિચારીને ડરી ગયા. ઘણા લોકોએ તેને રોમાંચક અને ડરામણું ગણાવ્યું, જ્યારે કેટલાક લોકોએ જહાજના સુરક્ષિત પરત આવવા માટે પ્રાર્થના કરી.

સોશિયલ મીડિયા પર ઘણા લોકો એવો સવાલ પણ કરી રહ્યા છે કે, આ જહાજ આટલા તોફાનમાં કેવી રીતે ફસાઈ ગયું. ઉલ્લેખનીય છે કે, જહાજો પર આધુનિક નેવિગેશન સિસ્ટમ હોય છે. જે તેમને તોફાન વિશે સમયસર માહિતી આપે છે. જેનાથી ક્રૂને અગાઉથી સતર્ક રહેવાની તક મળે છે અને વાવાઝોડાની અપેક્ષા હોય ત્યારે જહાજના કપ્તાન અન્ય સલામત માર્ગોનો ઉપયોગ કરવાનું નક્કી કરી શકે છે જેથી કરીને જહાજ તોફાનના કેન્દ્રથી દૂર રહે.

આ પણ જૂઓ: માઉન્ટ એવરેસ્ટ જોવા માટે પ્લેનમાં પહોંચ્યો ડોલી ચાયવાલા, વીડિયો જોઈને રહી જશો દંગ

Back to top button